Main | My profile | Registration | Log out | Login | RSSWednesday, 17/04/2024, 0.14.58 AM

Health, Wealth & Life Insurance

DINESH PATEL

Certificate
Free Trust Seal
FREE.. નિ:શુલ્ક...
Site menu
Presentations
ગુજરાતી
Miscellaneous
Our poll
Is insurance useful?
Total of answers: 76
Login form
User Counter

ગુજરાતી ફાયનાન્સ વિઝાર્ડ - ઉદય કોટક

ગુજરાતી ફાયનાન્સ વિઝાર્ડ - ઉદય કોટક



ઉદય કોટક કહે છે, ‘દક્ષિણ આફ્રિકાના જંગલોમાં સફારી કરતી વખતે મેં મુકત રીતે વિહરતા પ્રાણીઓને જોયા ત્યારે મને સમજાયું કે કોઇ જીતતું નથી કે કોઇ હારતું નથી. હાર-જીત પરિણામોની થાય છે, વ્યકિતઓની નહીં.’



ગુજરાતી વણિકો જ્યાં અપાર તકના અણસાર દેખાય ત્યાં દાવ લગાવવામાં માહેર છે. ગુજરાતી ફાઇનાન્સ વિઝાર્ડ ઉદય કોટક છે. ૧૯૮૫માં ૨૫ વર્ષની વયે ૩૦૦ સ્કવેર ફીટની ઓફિસમાં ત્રણ કર્મચારીઓ સાથે તેમણે કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાયનાન્સ સ્થાપી હતી.



હાલમાં તેઓ ૬ હજાર કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા કોટક મહિન્દ્રા જૂથના સૂત્રધાર છે. તેમનું આ જૂથ ૪૦ હજાર કરોડ રૂપિયાની મૂડીનું સંચાલન કરે છે. ૩૭૦ શહેરોમાં ૧,૩૫૦ ઓફિસ આવેલી છે.



તેમાં ૨૦ હજાર યુવા પ્રોફેશનલ્સ કામ કરે છે. તેમનો મોરેશિયસ, સાન ફ્રાન્સિસ્કો, લંડન, દુબઇ, ન્યૂ યોર્ક અને સિંગાપુર સુધી વ્યવસાય ફેલાયેલો છે. ઉદય કોટક કહે છે, ‘દક્ષિણ આફ્રિકાના જંગલોમાં સફારી કરતી વખતે મેં મુક્ત રીતે વિહરતા પ્રાણીઓને જોયા ત્યારે મને સમજાયું કે કોઇ જીતતું નથી કે કોઇ હારતું નથી. હાર-જીત પરિણામોની થાય છે, વ્યકિતઓની નહીં.’



ઉદય કોટકનો બિઝનેસ મંત્ર સરળ છે - ‘સમસ્યાઓથી મૂંઝાઇ ન જાવ. તેની સામે બાથ ભીડો અને પછી જે કંઇ પરિણામ આવે તેનો સહજ સ્વીકાર કરી આનંદ મેળવો.’



ગુજરાતી વ્યાપારી પરિવારમાં ૧૯૫૯માં ઉદય કોટકનો જન્મ થયો. તેઓ તેજસ્વી વિધાર્થી હતા. સિડેનહામ કોલેજ અને જમનાલાલ બજાજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (બોમ્બે યુનિવર્સિટી)થી તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તેમની પાસે બે વિકલ્પો હતા - એક, પરિવારના કોટનના વ્યવસાય સાથે જોડાવાનો અને બીજો હિંદુસ્તાન લીવરમાં નોકરી કરવાનો પ્રસ્તાવ હતો તે સ્વીકારી લેવાનો.



ઉદય કોટક ‘જરા હટ કે’ કંઇક કરવા માગતા હતા. તેમને નવો ચીલો ચાતરવો હતો. તેથી તેમણે ફાયનાન્સ માર્કેટ પર કળશ ઢોળ્યો. એ વખતે આ ક્ષેત્ર ‘લોક’ થયેલું હતું. તેના પર સાર્વજનિક ક્ષેત્રની બેંકોનું એકહથ્થું શાસન હતું. આ કારણસર અન્ય લોકો આ ક્ષેત્રે પગપેસારો કરતા ખચકાતા હતા. ત્યારે ઉદય કોટકને આ પ્રતિબંધમાં અપાર શકયતાઓ જણાઇ.



તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે આપણા દેશમાં જે લોકો સાહસ ખેડે છે તેને આંત્રપ્રેન્યોર કહેવાય છે, પરંતુ મારી દ્દષ્ટિએ સાચો ઉધોગસાહસકિ એ ગણાય છે કે જે નવી વિચારધારા સાથે પ્રતિબંધિત અને અન્ય માટે અશકય ગણાતા ક્ષેત્રમાં જોખમ ખેડે. દાવ લગાવવા કરતા વધારે જરૂરી નવી વિચારધારા અને તેને અમલમાં મૂકવાની રીત છે.



૧૯૮૦ના દશકમાં પ્રતિબંધિત નાણાકીય સેકટરમાં ઉદયભાઇને કેટલીક સોનેરી શકયતાઓ જણાઇ. દાખલા તરીકે સરકારી બેંકો લોકોને બચત પર સરેરાશ ૬ ટકા વ્યાજ ચૂકવતી હતી પરંતુ લોન પર ૧૬.૫ ટકા વ્યાજ વસૂલતી હતી. ચાલાક મઘ્યસ્થી તેના આ ભારે માર્જિન (૧૦.૫ ટકા)માં પગપેસારો કરી શકે છે. આવી વ્યૂહનીતિ સાથે ઉદય કોટકે ૧૯૮૫માં કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાયનાન્સ સ્થાપી. આમ તેઓ બિલ ડિસ્કાઉન્ટિંગ કરવા લાગ્યા.



તેમની પાસે પૂરતી મૂડી નહોતી. એટલે તેમણે પોતાના મિત્રો, કુટુંબીજનોને સમજાવ્યા કે તેઓ તેમને ૧૨ ટકા વ્યાજ ચૂકવશે અને તેમની મૂડીથી ઉધોગોને ૧૬ ટકા વ્યાજ પર બિલ ઓફ એકસચેન્જ સુવિધા પૂરી પાડશે. તેમના રોકાણકારો બેંક વ્યાજ કરતા બેવડું વળતર મેળવશે અને તેમને ચાર ટકા નફો મળશે. ઉદય કોટકના પહેલા કોર્પોરેટ કલાયન્ટ ટાટા જૂથની નેલ્કો કંપની હતી.



ઉદય કોટક કહે છે, ‘સામાન્ય રીતે આપણે ભારતીયો બચત કરીએ છીએ અને એ ભેગી કરેલી મૂડી ઓછા વ્યાજ દરે બેંકમાં જમા કરીએ છીએ. પણ આપણે આપણી બચાવેલી મૂડી પર વધારેમાં વધારે વળતર મેળવવાનો સાહસકિ પ્રયત્ન (જુગાર ખેલવો) કરવો જોઇએ. ભારતીયોને સમજદાર રોકાણકાર (સેવર-ઇન્વેસ્ટર) બનાવવા એ કોટક મહિન્દ્રાના ૨૫ વર્ષના વ્યાવસાયિક ફેલાવાનો મંત્ર છે.



કેશુબ મહિન્દ્રા, આનંદ મહિન્દ્રા, અદી ગોદરેજ જેવા ઉધોગપતિઓ ઉપરાંત ગોલ્ડમેન સાશ, યુએસએના પ્રમોટર અને પાર્ટનર ઉદય કોટકની દૂરંદેશીના દીવાના છે.



મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન કેશુબ મહિન્દ્રાની દ્દષ્ટિએ ઉદય કોટક ફાયનાન્સ માર્કેટમાં શકયતાઓનો અણસાર અન્યો કરતા વહેલો મેળવી લે છે. ૧૯૮૦ના દાયકામાં કાર ફાયનાન્સ પર વ્યાજ દર ૩૦ ટકા, વળી કાર પણ તાત્કાલિક મળતી નહોતી.



બુકગિં કરાવ્યા પછી મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. ઉદય કોટકે આ માર્કેટમાં પ્રવેશ કર્યોતે પહેલાં કારનું બુકગિં કરાવ્યું, ફોર્ડ જેવા કાર નિર્માતાઓ જોડે જોડાણ કર્યું અને ગ્રાહકોને ફાયનાન્સની સાથે કારની તત્કાલ ડિલિવરી ઓફર કરી.



ઉદય કોટકે ભારે સૂઝબૂઝ અને દૂરંદેશીપણાનો ઉપયોગ કરીને ગોલ્ડમેન યુએસએને ભાગીદાર બનાવી. ૧૯૯૦ના દાયકામાં ઉદયભાઇને એવું લાગ્યું કે ઉદારીકરણ પછી વિકસતા ભારતીય માર્કેટ પર અમેરિકાની નાણાકીય કંપનીઓની નજર મંડાયેલી છે, પરંતુ તે પોતાના જોર પર અહીં પ્રવેશતા ખચકાય છે. એટલે ઉદયભાઇ ગોલ્ડમેનના પ્રમોર્ટસ અને પાર્ટનર્સને મળ્યા અને તેમને કોટક મહિન્દ્રાની સાથે ભારતીય માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર કર્યા.



ત્યાર પછી તેમને બ્રોકગિં અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ માટે પૂરતી મૂડી મળી ગઇ. તેમાંથી બે નવી કંપનીઓ કોટક સકિયોરિટીઝ અને કોટક મહિન્દ્રા કેપિટલ જન્મી. ઓટો ફાયનાન્સ વ્યવસાયના ફેલાવા માટે ફોર્ડ મોર્ટસની સાથે સંયુકત કંપની, મ્યુરયુઅલ ફંડ વ્યવસાય માટે કોટક એસેટ મેનેજમેન્ટ, લાઇફ ઇન્સ્યૂરન્સ માટે ઓલ્ડ મ્યુરયુઅલ સાથે સ્વતંત્ર કંપની શરૂ કરી.



૨૦૦૩માં મોટો ટિર્નંગ પોઇન્ટ આવ્યો. ભારતીય રિઝર્વ બેંકે ઉદય કોટકને ખાનગી ક્ષેત્રની બેંક સ્થાપવા માટેની પરવાનગી આપી. આ સાથે કોટક મહિન્દ્રા બેંક જન્મી. આ બેંક કોટક મહિન્દ્રા જૂથનો પબ્લિક ફેસ છે. તદુપરાંત ઓછા ખર્ચની મૂડીનો મોટો સ્ત્રોત પણ છે. ડિપોઝિટના આધારે કોટક મહિન્દ્રા બેંક ખાનગી ક્ષેત્રની નવી બેંકોમાં પાંચમા ક્રમે છે તો શાખાઓની સંખ્યાના આધારે ચોથા ક્રમે છે. તેના એક લાખ શેરધારકો છે અને ૪૫ લાખ કરતા વધારે ગ્રાહકો છે. દેશના પાંચમા મિલ્ટ કમોડિટી એકસચેન્જ અલ્લાહાબાદમાં પાર્ટનરશિપ એ ઉદય કોટકનો લેટેસ્ટ વ્યાવસાયિક ફેલાવો છે.‘



આનંદ મહિન્દ્રા ઉદય કોટકના શરૂઆતના ભાગીદાર છે. તેઓ ૧૯૮૦ના દાયકામાં જ હાર્વર્ડમાંથી શિક્ષણ મેળવીને વતન પાછા ફર્યા. ૧૯૮૫માં ઉદય કોટકના લગ્ન વખતે બંને ગાઢ મિત્રો બન્યા. આનંદ મહિન્દ્રા ઉદય કોટકથી એટલા બધા પ્રભાવિત થયા કે કોઇ પણ પ્રકારની શરત વગર તેમણે કોટક કેપિટલ મેનેજમેન્ટ ફાયનાન્સમાં રોકાણ કર્યું. ઉદયભાઇને પોતાના માઇનર ઇકિવટી પાર્ટનર આનંદ મહિન્દ્રાની પ્રોફેશનલ રીતભાત ગમી ગઇ. તેમણે પોતાની કંપનીનું નામકરણ કોટક મહિન્દ્રા ફાયનાન્સ કરી દીધું.



uday kotak

Select Language
Subscribed Link
AD
Want to Earn Money?
Join RupeeMail!
Get paid to open your mails.
Its Free!

Calculator
Calendar
«  April 2024  »
SuMoTuWeThFrSa
 123456
78910111213
14151617181920
21222324252627
282930
Worldwide Visiters
free counters
Search

For best view use Internet Explorer 7.0 or above, Google Chrome or Mozilla Firefox.
© All rights reserved. No part of this website may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, Health, Wealth & Life Insurance. Any breach will entail legal action and prosecution without further notice.
Copyright: Health, Wealth & Life Insurance © 2024
This Website is developed by Margesh Patel.
Website builderuCoz