૧૯૯૦ના દાયકામાં તત્કાલીન એએનઝેડ ગ્રીન્ડલેઝ બેન્ક દ્વારા તેના સિલ્વર કાર્ડ માટે જાહેરાત ઝુંબેશ ચલાવાઈ હતી, જેને એવોર્ડ પણ મળ્યો હતો. જાહેરાતમાં એક યુવાન મહિલાને હોસ્પિટલમાં તેની દાદીમાની બાજુમાં બેઠેલી દર્શાવાઈ હતી.
આગલી રાત્રે જ્યારે તેણે પોતાની દાદીમાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાની જાણ કરવામાં આવી ત્યારે તે કેટલી ગભરાઈ ગઈ હતી એ વિશે યુવાન મહિલા વાત કરી રહી હતી. રાત્રે પોલીસે તેને એરપોર્ટ પહોંચવામાં મદદ કરી હતી ત્યારે તેના મિત્રનું ક્રેડિટ કાર્ડ તેની પાસે ન હોત તો તે પ્લેનની ટિકિટ ખરીદી ન શકી હોત.
આપણે સર્વેએ એક યા બીજા પ્રકારે આ પ્રકારની ક્ટોકટીનો અનુભવ કર્યોછે. જેને આપણે ઈમર્જન્સી કહીએ છીએ એ એવી ઘટના છે, જે અચાનક બનતી હોય છે અને તે ક્યારે ઘટશે એ આપણે જાણતા નથી હોતા.
ક્ટોકટી (ઈમર્જન્સી) આઘાત, ચિંતા, હતાશા, તણાવ અને લાચારી પણ સાથે લાવે છે. ઘણા લોકો પોતાના બાળકોના શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવા, નિવૃત્તિ અને વિવિધ હેતુસર આયોજન કરે છે, પરંતુ ઘણા ઓછા લોકો ઈમર્જન્સી માટે આયોજન કરે છે.
આકસ્મિક કે ઓચિંતી બનતી ઘટનાને કારણે આવક ગુમાવવી પડે છે અથવા ખર્ચમાં વધારો થાય છે. દાખલા તરીકે, નોકરી ગુમાવવાથી કમાણી અટકી જાય છે. ધરતીકંપ અથવા દુકાળ જેવી કુદરતી આફતને કારણે આવક ગુમાવવી પડે છે અને સાથે સાથે ખર્ચમાં પણ વધારો થાય છે.
ઓચિંતી ઘટનાની ભાવનાત્મક અસરનું મૂલ્યાંકન કરવું અઘરું છે, પરંતુ આર્થિક નુકસાન ઘટાડવાનું નિશ્ચિતપણે સંભવ છે. કોન્ટિન્જન્સી (ભાવિ આકસ્મિક ઘટના) માટે કેટલીક રકમ બાજુ પર રાખવાથી આ પ્રકારની આર્થિક અસર (નુકસાન) ઘટાડવામાં મદદ થાય છે.
ખર્ચની ગણતરી
ઘરમાં રોકડ રકમ : ઈમર્જન્સી ફંડનો કેટલો હિસ્સો ઘરમાં રોકડા તરીકે રાખવો જોઈએ. આ વિશ્વમાં હાથમાં નક્કર રૂપિયા જેવું કશું ઉત્તમ નથી.
બેન્ક : બેન્ક એ ઈમર્જન્સી ફંડ રાખવા માટેની ઉત્તમ જગ્યાઓમાંથી એક છે. એટીએમ ઓફર કરતી હોય એવી બેન્ક પસંદ કરવાનું યોગ્ય રહેશે. બેન્ક નાણાં ઉપાડવા માટે બ્રાન્ચનું મોટું નેટવર્ક ધરાવતી હોય તો વધારે સારું. આ ભંડોળ તમે ફિકસ્ડ ડિપોઝિટ સાથે લિન્ક ધરાવતા બચત ખાતામાં રાખી શકો.
આવી ઓચિંતી-અનિશ્ચિત જવાબદારીઓ (કોન્ટિજન્સી) ક્યારેક જ આવી પડતી હોય છે. છતાં વ્યક્તિના જીવન પર તેની ઊડી અસર પડી શકે છે. લાગણીકીય અસર માટે કોઈ ઈલાજ નથી. પરંતુ યોગ્ય આયોજન વડે નાણાકીય તંગી (ચિંતા) ઘટાડી શકાય છે.