મુંબઈ નજીક થાણેમાં ચાલતી લોકલ ટ્રેન પર પાણીની પાઈપ લાઈન સાથે ફુટ બ્રિજનો પણ એક ભાગ પડી ગયો હતો. આના કારણે ગાડીના ચાલક અને છ લોકો તેમાં ફસાઈ ગયા છે. આ દુર્ઘટના મુંબઈનાં સીએસટીથી એક લોકલ ટ્રેન કલ્યાણ જઈ રહી હતી તે સમયે બની હતી. આ અકસ્માત થાણે અને મુલુંડ વચ્ચે થયો છે. મુંબઈથી થાણે જનારી ટ્રેનોને ખરાબ રીતે અસર પહોંચી છે. ઘાયલોને થાણે સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યાં છે. સેન્ટ્રલ લાઈનને પણ વિપરીત અસર પહોંચી છે. કાટમાળ ખસેડવાનું કામ ચાલુ છે.