વર્ષના અંત સુધીમાં નવાં મોર્ટાલિટી ટેબલ્સ આવશે
ચુગન ટોંગિયા સાથેની વાતચીતમાં હાલમાં ફ્યુચર જનરલી ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સના પ્રમુખ અગરવાલે નવાં મોર્ટાલિટી ટેબલ્સ અંગેની વાત સ્પષ્ટ કરી હતી, જે ટૂંક સમયમાં બજારમાં પ્રવેશશે. તેમણે વીમા ક્ષેત્રે અત્યંત ઓછો વ્યાપ ધરાવતી ભારતની વર્તમાન સ્થિતિ અંગે પોતાના મંતવ્યોની આપ-લે કરી હતી તથા ઇન્શ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ પાછળનો તર્ક રજૂ કર્યો હતો. આ મુલાકાતના અંશ નીચે મુજબ છે...
વર્તમાન મોર્ટાલિટી ટેબલ ઘણા જૂના છે. ભારતની વસતિ (ડેમોગ્રાફી)માં નોંધપાત્ર ફેરફાર આવી ગયા છે. તેથી હવે શું જૂનાં ટેબલોનો તેટલા જ પ્રમાણમાં ઉપયોગ કરવો કેટલા અંશે યોગ્ય છે?
લોકોમાં એ બાબતે મોટી ગેરસમજ છે કે અમે 15 વર્ષ જૂનાં મોર્ટાલિટી (મરણાધિનતા-મૃત્યુનું પ્રમાણ) ટેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. પણ અમે જૂનાં મોર્ટાલિટી ટેબલ્સને આધાર તરીકે લઇએ છીએ, પણ ભવિષ્યના અંદાજો તાજેતરમાં થયેલી વૈજ્ઞાનિક શોધો અને વસતિની જીવનશૈલીની સાથે વ્યક્તિની મોર્ટાલિટીમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. આમ અમે ભવિષ્ય માટેની મોર્ટાલિટીનું મૂલ્યાંકન કર્યું છે અને તે મુજબ જ પ્રીમિયમ વસૂલીએ છીએ.
વર્તમાન મોર્ટાલિટી ટેબલ્સનો આધાર 1994-96ના આંકડા છે. સુધારેલાં મોર્ટાલિટી ટેબલ્સ વચ્ચે આટલો લાંબો તફાવત કઇ રીતે પડી ગયો?
સામાન્ય આંતરરાષ્ટ્રીય કવાયતમાં મોર્ટાલિટી ટેબલ્સમાં સેન્સસ (વસતિ ગણતરી)ની જેમ દસ વર્ષના સમયગાળા પછી ફેરફાર થાય છે. જો તમે દર ચાર કે પાંચ વર્ષે મરણાધીનતા ચકાસો તો આટલા ટૂંકા ગાળામાં ખાસ ફેરફાર નહી હોય. જોકે આપણે વધારે સમય લીધો છે, કારણ કે વીમા ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે 2000-01માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આમ અમે 2004થી દસ વર્ષનો સમયગાળો ધ્યાનમાં લીધો હોત તો અમારે ફરી એક વાર એલઆઇસીના ટેબલ તરફ જ વળવું પડ્યું હોત કારણ કે એ વખતે ખાનગી ક્ષેત્રની નવી કંપનીઓ માટે પૂરતા પ્રમાણમાં આંકડા નહતા. આથી અમે સુધારેલાં ટેબલ્સનો ઉપયોગ કરવામાં 14 વર્ષ લીધાં છે. નવા ટેબલોની વ્યાપકતા વધારે હશે, તથા ખાનગીની સાથે જાહેર સંસ્થાઓ સહિત સમસ્ત વીમા ઉદ્યોગ માટે પ્રતિનિધિત્વરૂપ પુરવાર થશે. નવાં મોર્ટાલિટી ટેબલ્સ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
શું તે કહેવું યોગ્ય છે કે ભારતની મોટા ભાગની વસતિ વીમા કવચ ધરાવતી નથી?
અમુક અંશે તે વાત સાચી છે, પણ આ મુદ્દે હું થોડો અલગ પડું છું. અંડર-ઇન્શ્યોરન્સને નક્કી કરવા માટે આપણે ઇન્શ્યોરેબલ વસતિને જ ગણવી જોઈએ. આપણે 110 કરોડની વસતિ છીએ. જો હવે દરેકના કુટુંબનું કદ પાંચ સભ્યોનું ગણીએ તો દેશમાં 22 કરોડ ઇન્શ્યોરેબલ કુટુંબ થઈએ. આપણી વસતિનો 30 ટકા હિસ્સો ગરીબી રેખાથી પણ નીચે છે અને સરકારે તેને સામાજિક સુરક્ષાના કવચ હેઠળ આવરી લીધો હોવાનું મનાય છે. જો હવે આપણે બીપીએલ કુટુંબોને નાબૂદ કરીએ તો આપણી પાસે 15.4 કરોડ ઇન્શ્યોરેબલ કુટુંબ બચે છે. આપણે અંદાજ મૂકીએ કે કુટુંબની એકથી બે વ્યક્તિ કમાતી હોય તો આપણે 22થી 25 કરોડ લોકોને વીમાની જરૂર છે. આમાંથી 70થી 80 ટકા તો 25થી 30 કરોડ ઇન્શ્યોરન્સ પોલિસીઓ દ્વારા ઇન્શ્યોર્ડ છે. મારા કહેવા મુજબ 70થી 80 ટકામાં ઘણા લોકો પાસેથી એકથી પણ વધારે ઇન્શ્યોરન્સ પોલિસી છે.
પણ પોલિસી દીઠ ઇન્શ્યોર્ડ થયેલી રકમ અંગે તમારું શું માનવું છે?
હું તે વાત સાથે સંમત થાઉં છું કે વીમા કવચ અત્યંત નાનું છે, ઘણું જ નાનું છે. તેની પાછળનું કારણ એ છે કે આ દેશના લોકો વીમા કવચને સેવિંગ પ્રોડક્ટ તરીકે લે છે અને તમે જ્યારે પોલિસીને બચત તરીકે લેતા હોવ છો ત્યારે સ્વાભાવિક રીતે તમારું કવચ ઘટે છે.
દેશમાં વ્યક્તિ દીઠ સરેરાશ વીમા રકમ (સમ એશ્યોર્ડ) કેટલી છે?
આ સરેરાશ અત્યંત ઓછી છે, તે વ્યક્તિના વાર્ષિક પગાર જેટલી પણ થતી નથી. અમેરિકામાં લોકો તેમના બે વર્ષના પગાર જેટલું સમ એશ્યોર્ડ ધરાવે છે. જાપાનમાં તો આ રકમ ત્રણ કે વધારે વર્ષના પગાર જેટલી હોય છે.
તો તમે એ વાત સાથે સંમત થાવ છો કે વીમાનો ઉપયોગ રોકાણના સાધન તરીકે ન થવો જોઈએ?
ના, એવું નથી. ભારતમાં કોઇ સામાજિક સલામતી પધ્ધતિ ન હોવાથી લોકો બચતકેન્દ્રી છે. તેથી, લોકો શક્ય તેટલી વધારે બચત કરવાનો પ્રયાસ કરે છે. તેનાથી વિપરીત, વિકસિત દેશોમાં સામાજિક સુરક્ષાની યોગ્ય સિસ્ટમ છે અને નાગરિકો જાણે છે કે અનિચ્છનિય ઘટનામાં તેમનું મોત થાય તો પણ સરકાર તેમનાં કુટુંબોની સંભાળ લેશે. તેથી તેઓ ખાસ બચત કરતા નથી. આમ જીવન વીમા યોજના બચત માટેની ફરજિયાત તક છે.
પણ આ સિવાય બચતના અન્ય વિકલ્પો છે. શા માટે આપણે ફક્ત વીમા યોજના જ પસંદ કરીએ?
બીજા ઘણા બધા બચત વિકલ્પો છે, પણ લોકો તેમાં અમુક સમય પછી નીકળી જવાનો ઇરાદો ધરાવે છે. જ્યારે સેવિંગ ઇન્શ્યોરન્સ પ્લાન્સમાં તમને આ રીતે કરવા માટે હતોત્સાહિત કરવામાં આવે છે, જેના પરિણામે ભવિષ્ય માટે ફરજિયાતપણે બચત થાય છે.
શું તમે વિચારતા નથી કે ટર્મ પ્લાન્સ દેશમાં અત્યંત ઓછા પ્રમાણમાં વહેંચાય છે?
આના માટે ફક્ત વિતરકોને જવાબદાર ન ઠેરવી શકાય. લોકોમાં આ અંગે એવી સામાન્ય લાગણી છે કે પોલિસીધારક જો પોલિસીના સમયગાળામાં જીવી જાય તો તેને ટર્મ પ્લાન માટે ચૂકવવામાં આવતું પ્રીમિયમ મળતું નથી. લોકો આ બાબતને એ રીતે જોતા નથી કે આ તેમના કુટુંબને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેનો ખર્ચ છે. તેઓ ફક્ત રકમ પાછી ઇચ્છે છે અને તે જ સમયે વળતર ઇચ્છે છે. તેમને ખબર નથી કે વળતર તેમના માટે કે તેમનાં કુટુંબો માટે પૂરતું નથી. પણ હું લોકોને હંમેશા કહું છું કે ટર્મ પ્લાન લેતી વખતે તમે એમ માનો કે તમે એવી કમનસીબ વ્યક્તિ માટે ચુકવણી કરી રહ્યા છો જે મરવાનો છે અને ઈશ્વરનો આભાર માનો કે તમે તે નથી.
પણ તે વાત સાચી નથી કે નીચા પ્રીમિયમના લીધે વિતરકો ટર્મ પ્લાન વેચતા અટકાય છે?
વિતરકોના જણાવ્યા મુજબ ટર્મ્સ પ્લાન પર પણ કમિશન ચૂકવાય છે. જોકે તેમનું માનવું છે કે ટર્મ પ્લાન્સને એક સમયનું રોકાણ કહી શકાય- જેથી તેઓને એક વખત ટર્મ પ્લાન વેચાઈ ગયા પછી તેઓને સંભવતઃ રોકાણકાર ન કહી શકાય. યદ્યપિ તેઓ પાંચ કે દસ વર્ષ માટે પ્લાન વેચતા હોય તો રોકાણકારે ફરીથી સલાહ લેવી જોઈએ અને પોલિસી પાકે ત્યારે ફરીથી તેની સલાહ લેવી જોઈએ.
નવ વર્ષના કારોબાર પછી ખાનગી કંપનીઓ બ્રેક-ઇવને પહોંચવામાં પણ નિષ્ફળ ગઈ છે...
ખાનગી કંપનીઓ આક્રમક રીતે કામગીરી વિસ્તારી રહી છે. તેમનો વિકાસદર કે વિસ્તરણ દર અત્યંત ઊંચો છે. તેમને બ્રેક-ઇવને પહોંચવામાં વધારે સમય લાગી શકે છે. પણ જો વીમા કંપની સામાન્ય વિકાસના પથ પર હોય તો તેને બ્રેક-ઇવને પહોંચવામાં છથી સાત વર્ષનો સમય લાગે છે.