ઇન્ટરનેટ એક ઉપકરણ તરીકે
ભારત માટે ઇન્ટરનેટ એક સુવર્ણતક છે. તે જરીપુરાણી ધીમી અને નિષ્ફળ જઇ રહેલી અમલદારશાહી પ્રક્રિયાઓને અધતન, તત્ક્ષણિક, ઉત્પાદક એવી ઇલેકટ્રોનિક પદ્ધતિઓમાં ક્રાંતિકારી રીતે પરિવર્તિત કરવાનો એક અવસર પૂરો પાડે છે.
એક હરણફાળ ભરવાનો સમય આવી ગયો છે. ભારતની ઘણી બધી કાલગ્રસ્ત અને ખોડંગાતી પદ્ધતિઓ પ્રગતિપથની આડે આવે છે ઇન્ટરનેટ ભારતમાં આવી ચૂકયું છે, પરંતુ ઇન્ટરનેટની ખરી તાકાત માત્ર જૂજ એવા દૂરના ડેટાબેઝો સાથે જોડાણ સ્થાપિત કરવામાં કે થોડી વર્ગીકત વિજ્ઞાપનો મૂકવામાં નથી. તેનું સાચું સામર્થ્ય તો કામ કરવાની જૂની અને વિવાધ એવી પદ્ધતિઓને દૂર કરીને તેને સ્થાને આધુનિક, ત્વરિત ઢબે ઉકેલો આપતી પદ્ધતિઓ વિકસાવવામાં રહેલું છે.
હવે તો ‘પુશ બટન’ કાગળ નહીં
બેન્ક સંબંધી પ્રક્રિયાઓમાં તમે નાણાં કેવી રીતે જમા કરાવો છો ત્યાંથી માંડીને ફંડ કેવી રીતે હસ્તાંતર થાય છે, બીલો કેવી રીતે ચૂકવાય છે, જુદાં જુદાં ખાતાંઓની સતત જાણકારી કેવી રીતે મેળવાય છે તેમજ આ બધી પ્રવત્તિઓમાં કાગળકામ કેટલું થાય છે. આ બધી જ બાબતોને ઇન્ટરનેટના સંદર્ભમાં મૂલવવી જોઇએ. જે સમગ્ર બેન્ક સંબંધી પ્રક્રિયાને સુધારવા સક્ષમ છે.
આપણે ડીજીટલ સહી માન્ય રાખે એવા કાયદા ઘડીને તેમજ ઇલેકટ્રોનિક બેન્કિંગ, વાયર ટ્રાન્સફર્સ અને અન્ય આધુનિક પદ્ધતિઓ દ્વારા બેન્કિંગ સુધારણાનો પ્રારંભ કરી શકીએ. આ સઘળી બાબતો ઇન્ટરનેટ ઉપર ફરતી થઇ જશે. આપણે ભારતની જૂની ઘરેડવાળી બેંકોને, હાઇટેક ઇલેકટ્રોનિક, ઇન્ટરનેટ બેંકોમાં રૂપાંતરિત કરવાની છે. તેનાથી નાણાંકીય વ્યવહારો ખૂબ ઝડપી અને અભિગમ્ય બનશે. ગ્રાહકો તેમનાં મોબાઇલ ફોનથી જ તેમનાં વ્યકિતગત ખાતાં ચકાસી શકશે અને નાણાં હસ્તાંતર કરી શકશે.
છેલ્લા દસ વર્ષમાં અમે ૬,૫૦,૦૦૦ ડઈઠ ને વ્યવસ્થિત રીતે કાર્યાન્વિત કરી શક્યા છીએ. આને ઇન્ટરનેટ સ્ટેન્ડો (કીઓસ્ક)માં રૂપાંતરિત કરી શકાય અને સ્થાનિક વિસ્તારોમાં ફેરવી શકાય. આવાં જાહેર ઇન્ટરનેટ ર્ટમીનલો ઊભાં કરીને આપણે બેન્કિંગને સસ્તું અને ઝડપી અને વધારે સગવડિયું બનાવી શકીએ.
આ નાણાં, એ ખરેખર શું છે?
બીજી બાબત જે વધારે પડકારરૂપ છે, તે છે નાણાં વિશેની વિભાવના (સંકલ્પના). રૂપિયો છે શું? તે શેના માટે છે અને તેનો ખરેખર અર્થ શું છે? સ્વાતંત્ર્ય પહેલાં આપણે ત્યાં ૩૦૦ જુદાં જુદાં ચલણ હતાં. દરેક રજવાડાને તેનું અલગ ચલણ હતું. મેં કરછ, વડોદરા અને અન્ય રજવાડાંઓના ચલણી સિક્કા જોયા છે.
ભારતમાં આ રીતે ભિન્ન ભિન્ન ચલણી નાણું હોવા છતાં રાજય રાજય વચ્ચેનો વેપાર ધબકતો હતો. વાસ્તવમાં તો ભારતમાં એક જ સરખું ચલણ કરવાનો વિચાર તદ્દન નવો માત્ર ૬૦થી ૭૦ વર્ષ પહેલાં અમલમાં મુકાયેલો છે. ભારતમાં પરચૂરણ અને ઓછા મૂલ્યની નોટો મેળવવાનું બહુ મુશ્કેલ છે. ૧ અબજ લોકોને જરૂરી પરચૂરણ પૂરું પાડવું એ કોઇ નાનુંસૂનું કામ નથી. જાણવા મળ્યું છે કે દર વર્ષે ભારતમાં હજારો ટન સિક્કાઓ અને ચલણી નોટોની હેરફેર થાય છે. આ બધી ચલણી નોટોને છાપવાની આપણી પાસે ક્ષમતા નથી.
ભારતની પ્રતિકૂળ ભૌગોલિક આબોહવાને કારણે ચલણી નોટોનું આયુષ્ય અત્યંત ટૂંકું હોય છે. નોટો જોતજોતામાં નુક્સાની બની જાય છે અને પછી તેને બાળી નાખી થોડા સમયબાદ નવી નોટો છાપવી પડે છે. બાળી મૂકવાની સમગ્ર પ્રક્રિયા ખર્ચાળ, અગવડભરી અને બિનજરૂરી લાગે છે. ઇલેકટ્રોનિક પદ્ધતિઓ, વિશ્વાસનાં આપણાં આ પ્રતીકોને કાગળ કે ધાતુમાંથી બાઇટ્સમાં રૂપાંતરિત કરી ભારતની ચલણીનાણાંની સમસ્યાને હળવી કરી શકે છે.
ચલણી નાણાંની આ સમસ્યાને હલ કરવામાં સ્માર્ટ કાર્ડઝ અને ડીજીટલ પાકીટો જેવા સાધનોનો ઉપયોગ કરી આપણે મદદરૂપ થઇ શકીએ. ૫૦થી ૧૦૦ મિલિયન લોકો જે આવા નાણાકીય વ્યવહારો કરતા હોય છે તેમને જો આવાં સાધનો પૂરા પાડવામાં આવે તો રોકડ રકમ સાથે રાખવાના અને પરચૂરણ અંગેના મોટા ભાગના પ્રશ્નોને આપણે દૂર કરી શકીએ.
આ માટે ગ્રાહકોને શરૂઆતમાં અમુક હજાર રૂપિયા ખર્ચ ભોગવવો પડે તો પણ તેમાંથી મળતા લાભો સામે આ ખર્ચ યોગ્ય લેખાશે. અમે ગ્રાહકોને આજીવન કામમાં આવે એવું એક સાધન પૂરું પાડીશું જે દ્વારા તેઓ રોકડ લઇ શકશે.
ફોનનાં બીલ ભરી શકશે. ટ્રેનની ટિકિટ ખરીદી શકશે અને અન્ય એવાં કામો સંપન્ન કરી શકશે. ભારતીઓએ આ ઉકેલોના વિસ્તૃત, દીઘર્કાલીન પાસાઓ વિશે ઘ્યાનપૂર્વક વિચારવાની જરૂર છે. વધુને વધુ ડીજીટલ પદ્ધતિ અખત્યાર કરીને આપણે નોટો છાપવામાં જે વિપુલ નાણાં ખર્ચીએ છીએ તેમાં નોંધપાત્ર ઘટાડો કરી શકીશું.
નાણાં એની ત્વરિત ગતિએ
હાલ જે રીતે નાણાં ચલણમાં ફરી રહ્યાં છે તે કરતાં ઇલેક્ટ્રોનિક ગતિએ ફરતાં નાણાંથી થતા વિશાળ લાભોની તુલના કરો.જો બેંકોમાં સળંગ બે અઠવાડિયા સુધી પડી રહેવાને બદલે એ નાણાં ચલણ વ્યવહારમાં ફરતાં રહેતાં હોય તો વધારે નાણાં ઊભાં કરી શકશે. જે અર્થતંત્રને નાટયાત્મક ઢબે પ્રવેગી બનાવી દેશે.
ખૂબ ઝડપથી ચલણમાં ફરતા અબજો ડોલરોની આપણે વાત કરી રહ્યા છીએ. નાણાકીય પદ્ધતિઓને ઇલેકટ્રોનિક પ્રસાર માઘ્યમોમાં પુનર્ગડિત કરી ઇન્ટરનેટ વિપુલ પ્રમાણમાં સમદ્ધિનું સર્જન કરી શકે છે. સમદ્ધિની સાથે સાથે આ પુનર્ગઠન -પુનર્રચના મોટી સંખ્યામાં હાઇ-ટેક નોકરીઓની તકો પણ ઊભી કરી શકશે.
જ્ઞાન વહેંચણી (જ્ઞાન વિતરણ)
દેશની સ્વયંસેવક પ્રવત્તિઓમાં નવો શકિતસંચાર કરવાના હેતુથી ૧૯૯૯માં યોજાયેલી ‘એકશન ઇન્ડિયા કોન્ફરન્સ’ માટે હું અમદાવાદ આવ્યો હતો. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ દ્વારા આયોજિત અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં યોજાયેલ આ કોન્ફરન્સમાં ભાગ લેવા. ૨૦૦ જેટલા લોકો આવ્યા હતા જેમાંના કેટલાક અમેરિકાથી પણ આવ્યા હતા.
જુદાં જુદાં ક્ષેત્રોમાં, ભારતમાં અને ભારત બહાર ઘણી બધી બુદ્ધિ પ્રતિભાઓ છે, પરંતુ તેમનું ભાગ્યે જ મિલન કે ગોષ્ઠિ થાય છે. અમે આ કોન્ફરન્સમાં જે સંદેશ આપવા પ્રયત્ન કર્યોતે એ કે : હવે ઇન્ટરનેટ એકબીજા સાથે સેતુ બાંધવા પૂર્ણ એવું માઘ્યમ છે અને આપણે એકબીજા સાથે વિચારગોષ્ઠિ કરવા.
દુર્ભાગ્યે, ભારતમાં ઘણી બધી પ્રવૃત્તિઓ માટે હજુ કોઇ આધારભૂત માળખું જ નથી, કે નથી હવે મોટી સંખ્યામાં કોઇ એવી દ્દષ્ટાંતરૂપ પ્રતિભાઓ. કોઇ કોઇ સાથે પોતપોતાના અનુભવની અર્થપૂર્ણ રીતે વિનિમય-વહેંચણી પણ કરતા નથી. મને લાગે છે કે NET અહીં જ ઉપયોગી પુરવાર થઇ શકે. હું જાણું છું કે પ્રક્રિયાનો પ્રારંભ તો થઇ ચૂકયો છે. લોકો જુદી જુદી વેબસાઇટો નેટ ઉપર મૂકી રહ્યા છે અને માહિતીની વહેંચણી વિનિમય શરૂ થયા છે, પરંતુ આ બધું મોટે ભાગે કોઇ બુનિયાદી માળખાના અસ્તિત્વ સિવાય થઇ રહ્યું છે.
સ્વૈરિછક સંસ્થાઓને અન્ય સાથે સાંકળવી એ અત્યંત આવશ્યક છે. વળી જે ખૂટે છે, તે છે. જનસમૂહની ભાગીદારી અને વેગમાન. મને ખાતરી છે કે જો મોટા પ્રમાણમાં સ્વૈરિછક પ્રવત્તિઓ NET ઉપરથી કરવામાં આવે તો તેમાં ભાગ લેનાર વ્યકિતઓની સંખ્યા અનેકગણી વધી જશે.
આ ખાઇને કેમ પૂરી શકાય
એક તરફ ઘણું બધું કરવાનું છે અને બીજી તરફ ઘણા બધા એ કરવા આતુર છે, પરંતુ દુર્ભાગ્યે આ બંને કોઇ ફળદાયી સંબંધે જોડાઇ એકબીજાની નિકટ આવી શકતા નથી. મેં ભારતમાં આવી સંખ્યાબંધ ખાઇઓ (વિષમતાઓ) નિહાળી છે, થોડાં દ્દષ્ટાંતો લઇએ તો- પૈસે ટકે સુખી અને સાવ અકિંચન, શ્રીમંત અને ગરીબ, શિક્ષિત અને નિરક્ષર આ ખાઇને કેમ પૂરવી એ પડકાર છે.
ઇન્ટરનેટ એ લોકોના સશક્તિકરણ માટેનો અતિ ઝડપી અને અતિ કાર્યક્ષમ ઉપાય છે, પરંતુ આજે પણ દુર્ભાગ્યે NET એ માત્ર કોમ્પ્યૂટરના વ્યાવસાયિકો માટે જ એક તક છે એમ મૂલવવામાં આવે છે. લોકોના સશક્તિકરણના ઉપકરણ તરીકે નહીં વિશાળ બજારમૂડી પરિવર્તનવાળી કંપનીઓ સ્થાપવી અને સોફ્ટવેરના નિકાસના ધંધામાં વ્યસ્ત રહેવું એ સારું છે, પરંતુ ભારતની વિશાળ સમસ્યાઓના હલ માટે તે પૂરતું નથી.
ભારતમાં સૌથી મોટો પડકાર સમાજમાં પ્રવર્તતી જુદા જુદા પ્રકારની ખાઇઓને (વિષમતાઓને) પૂરવી (દૂર કરવી) એ છે.’ વિશ્વસમસ્તના હાઇ-ટેકમાં વ્યસ્ત ભારતીયો આ કાર્યમાં મદદ કરી શકે. કોઇ નિશ્વિત મુદ્દાઓ પરત્વે જો બે કે ત્રણ સમૂહો તેમનાં નેટવર્કિંગ જૂથોને નિકટ લાવી શકે તો તેઓ મોટો ફેરફાર સર્જી શકે.
ઇન્ટરનેટની તાકાતને પૂર્ણતયા કામે લગાડવા ભારતમાં દરેક ક્ષેત્રમાં રોજ-બ-રોજની બાબતોમાં તે શું કરી શકે તેનું આપણે વિશ્લેષણ કરવું જોઇએ. શિક્ષણ, નાણાં વ્યવસ્થા, પરિવહન અને સ્વાસ્થ્યસુરક્ષા અને એવાં ઘણાં ક્ષેત્રોમાં આ પદ્ધતિઓનાં ઉપયોગથી ધરખમ સુધારા કરી શકાય અને તેમને રૂપાંતરિત પણ કરી શકાય.
આપણે ઇન્ટરનેટને તે શેના માટે છે એ યથાર્થ રીતે પીછાણવું જોઇએ. ટેકનોલોજીના માત્ર એક વધારાના પૂર્જા તરીકે નહીં પરંતુ કાલગ્રસ્ત, બિનકાર્યક્ષમ પ્રક્રિયાઓને સરળ લાભાર્થીને સુગમ-સગવડભરી બને એવી અભિગમ્ય ઉકેલો આપતી પ્રક્રિયાઓમાં રૂપાંતર કરતી એવી અનન્ય ઐતિહાસિક તક તરીકે પીછાણવું જોઇએ. ‘