પ્રશ્ન-૧ | કાચુ લાયસન્સ લેવું ફરજીતાય છે ? સીધુ પાકું લાયસન્સ ન મળે ? |
ઉત્તર | ના, સૌ પ્રથમ શિખાઉ લાયસન્સ મેળવવું ફરજીયાત છે ત્યારબાદ પાકુ લાયસન્સ મળી શકે છે. |
પ્રશ્ન-૨ | શિખાઉ લાયસન્સ કોને મળી શકે ? અને તેની લાયકાત શું છે ? |
ઉત્તર | શારીરિક રીતે સંપૂર્ણ ફીટ હોય, ૧૮ વર્ષ પુરા કર્યા હોય તેવી વ્યકિત કાચા લાયસન્સ માટે ફોર્મ નં-૧-૧એ માં અરજી કરી શકે છે. અલબત્ત ૧૬ થી ૧૮ વર્ષ પુરા કરેલ બાળકો ને વાલીની લેખીત સંમત્તિ આપે તો મોટર સાયકલનું ગીયર વગરનું કાચું લાયસન્સ મેળવી શકે છે. |
પ્રશ્ન-૩ | કાચુ લાયસન્સ મેળવવા કયા દસ્તાવેજો આપવાના રહે છે ? તથા શું ખર્ચ કરવો પડે છે ? |
ઉત્તર | કાચુ લાયસન્સ મેળવવા માટે બે પાસપોર્ટ સાઇઝના તાજા ફોટા, ઉંમરની સાબિતિ અંગેનું પ્રમાણપત્ર તથા સરનામા ની સાબિતિ રજુ કરવાની રહેશે. કાચા લાયસનના દરેક વર્ગ માટે ફી રૂ. ૩૦/- તથા ટેસ્ટ ફી રૂ. ૨૫/- ભરવાની રહેશે. દા.ત. મોટર સાયકલ, કાર તથા પેસેન્જર ઓટો રીક્ષાનું લાયસન્સ મેળવવા માટે કુલ રૂ. ૧૧૫-૦૦ ભરવાના રહેશે. |
પ્રશ્ન-૪ | કાચા લાયસન્સ માટે ટેસ્ટ આપવો જરૂરી છે ? |
ઉત્તર | ટ્રાફિક નિયમોનું અરજદાર ને જ્ઞાન હોવું જરૂરી છે તેથી મૌખિક ટેસ્ટ આપી કાચુ લાયસન્સ મેળવી શકે છે. |
પ્રશ્ન-૫ | કાચુ લાયસન્સ કેટલા સમય માટે અમલી હોય છે ? અને તે રીન્યુ થઇ શકે છે કે કેમ ? |
ઉત્તર | કાચુ લાયસન્સ ૬ માસ માટે અમલી હોય છે અને રૂ. ૩૦/- રીન્યુ માટેની ફી ભરવાથી કાચું લાયસન્સ રીન્યુ થઇ શકે છે. |
પ્રશ્ન-૬ | પાકુ લાયસન્સ મેળવવા માટે શું કાર્યવાહી કરવી પડે છે ? અને ફીનું ધોરણ શું છે ? |
ઉત્તર | કાચુ લાયસન્સ મેળવ્યા પછી ૩૦ દિવસ પછી ફોર્મ નં-૪ ભરી પાકા લાયસન્સ માટે ટેસ્ટ આપી શકાય છે. કાચુ લાયસન્સ બે ફોટા સાથે રૂ. ૨૦૦+૫૦ ભરી વાહનનો ટેસ્ટ આપી પાકુ લાયસન્સ મેળવી શકાય છે. |
પ્રશ્ન-૭ | ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા શું વિધિ કરવી પડે છે ? અને અરજદારને રૂબરૂમાં આવવું ફરજીયાત છે ? અને કેટલી મુદત માટે રીન્યુ કરવામાં આવે છે ? |
ઉત્તર | ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે ફોર્મ નં-૯ ભરવું ફરજીયાત છે. જો અરજદારની ઉંમર ૫૦ વર્ષ કરતા વધારે હોય તો મેડીકલ સર્ટીફીકેટ બીડવું જરૂરી છે. ત્યારબાદ લાયસન્સ સમયસર રીન્યુ હોય તો રૂ. ૨૦૦/- ફી ભરવાની રહેશે પરંતુ જો સમયમર્યાદા વિતિ જાય તો પ્રત્યેક વર્ષ અથવા તેના ભાગ માટે વધારાના રૂ. ૫૦/- ભરવાના રહેશે. જો ડ્રાઇવીંગ લાયસન્સ નોન-ટ્રાન્સપોર્ટ હોય તો અરજદારની ઉંમર ૫૦ વર્ષની થાય ત્યાં સુધીનું રીન્યુ કરવામાં આવે છે. અને જો ૫૦ વર્ષ પુરા થઇ ગયેલ હોય તો ત્યારબાદ ૫ વર્ષ માટે રીન્યુ કરવામાં આવે છે. પરંતુ જો વાહન ટ્રાન્સપોર્ટ વાહનનું હોય તો આવા લાયસન્સ ૩ વર્ષ માટે રીન્યુ કરવામાં આવે છે. |
પ્રશ્ન-૮ | ડ્રાઇવીંગ લાયસન્સ ખોવાઇ જાય તો ડુપ્લીકેટ મળી શકે છે ? ડુપ્લીકેટ મેળવવા શું શું કરવું પડે છે ? અને તેની ફી શું છે ? |
ઉત્તર | ડ્રાઇવીંગ લાયસન્સ ખોવાઇ જાય તો ડુપ્લીકેટ મળી શકે છે. એલએલડી ફોર્મમાં અરજી કરી ડુપ્લીકેટ લાયસન્સ ફી રૂ. ૨૦૦/- ભરી સ્માર્ટ કાર્ડ લાયસન્સ મેળવી શકે છે. |
પ્રશ્ન-૯ | બેજ મેળવવા માટે શું લાયકાત છે ? અને કયા દસ્તાવેજોની જરૂરીયાત છે ? |
ઉત્તર | અરજદારે બેજ મેળવવા સંબંધિત વાહનના પ્રકારનું વાહન મેળવવું જરૂરી છે. ટેક્ષી અને હેવી બેજ માટે એક વર્ષના અનુભવની જરૂરીયાત છે. જયારે ઓટો રીક્ષા તથા અન્ય બેજ માટે સારા ચરિત્રનું પોલીસ પ્રમાણપત્ર બીડવાનું રહેશે. ફોર્મ ટીવીએ ભરી ફી રૂ. ૫૦/- ભરી અધિકારી સમક્ષ મૌખીક ટેસ્ટ આપી બેજ મેળવી શકે છે. |
પ્રશ્ન-૧૦ | ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવવાથી કેટલો દંડ થઇ શકે છે ? |
ઉત્તર | ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો બને છે અને તે માટે રૂ. ૩૦૦/- દંડ ભરવો પડે છે. તેમજ લાયસન્સ વગર અકસ્માત થાય તો ઇન્સ્યોરન્સ કંપની કલેઇમ પાસ કરતા નથી. |
પ્રશ્ન-૧૧ | અકસ્માત થાય ત્યારે ડ્રાઇવરની શું ફરજ છે ? |
ઉત્તર | અકસ્માત થાય ત્યારે ડ્રાઇવરે ઘાયલ વ્યકિતને તાત્કાલીક હોસ્પ્ીટલ લઇ જઇ નજીકના પોલીસ સ્ટેશને અકસ્માતની જાણ કરવી. |
પ્રશ્ન-૧૨ | હંગામી રજીસ્ટ્રેશન એટલે શું ? સીધે સીધું પરમેનન્ટ રજીસ્ટ્રેશન મેળવી શકાય કે કેમ ? |
ઉત્તર | કોઇપણ વાહનને રોડ ઉપર લાવતા પહેલા વાહનને હંગામી અથવા કાયમી રજીસ્ટ્રેશન મેળવવું જરૂરી છે તેમજ વીમો લેવો જરૂરી છે. |
પ્રશ્ન-૧૩ | નોન-ટ્રાન્સપોર્ટ વાહનને કાયમી રજીસ્ટ્રેશન મેળવવા શુ કરવું જોઇએ ? |
ઉત્તર | નોન-ટ્રાન્સપોર્ટ વાહનને કાયમી રજીસ્ટ્રેશન મેળવવા માટે સેલ લેટર ફોર્મ નં-૨૧ વીમો તથા સરનામાની સાીબતિ રજુ કરવી હંગામી રજીસ્ટ્રેશન મેળવી ફોર્મ નં-૨૦ ભરી, કર ભરવાનો રહેશે. ત્યારકાદ ફરજ ઉપરના મોટર વાહન નિરીક્ષકને વાહન તપાસણી અર્થે રજુ કાયમી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે. |
પ્રશ્ન-૧૪ | ટ્રાન્સપોર્ટ વાહનને કાયમી રજીસ્ટ્રેશન મેળવવા શું કાર્યવાહી કરવાની હોય છે ? |
ઉત્તર | સેલ લેટર, રોડ વર્ધીનેશ સર્ટીફીકેટ, વીમો રજુ કરી ટ્રાન્સપોર્ટ વાહનનું હંગામી રજીસ્ટ્રેશન મેળવી, ફોર્મ નં-૨૦ ભરવું અને ફોર્મ સીએફએ ફોર્મ ભરી, રજીસ્ટ્રેશન ફી, પસીંગ ફી તથા ટેક્ષ ભર્યા બાદ વાહન મોટર વાહન નિરીક્ષકને તથા સણી અર્થે રજુ કર્યા બાદ કાયમી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે. |
પ્રશ્ન-૧૫ | પસંદગી નંબર મેળવવા માટે શું કરવૃં ? |
ઉત્તર | પસંદગીનો નંબર મેળવવા માટે સ્કુટર માટે રૂ. ૫૦૦/-, કાર માટે રૂ. ૩૦૦૦/- તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે રૂ. ૨૫૦૦/- ભરી પસંદગીનો નંબર મેળવી શકાય છે. |
પ્રશ્ન-૧૬ | જુનુ ટ્રાન્સપોર્ટ વાહન ના પસીંગ કરાવવા માટે શું કરવું ? |
ઉત્તર | જુનુ ટ્રાન્સપોર્ટ પાસીંગ કરાવતી વખતે સીએફઆરએ ફોર્મ ભરી ફી ભરવી ત્યારબાદ રજીસ્ટ્રેશન બુક, પરમીટ, વીમો તથા ફીટનેશ મોટર વાહન નિરીક્ષક તપાસણી અર્થે રજુ કરી વાહન પાસ કરાવી શકાય છે. |
પ્રશ્ન-૧૭ | નોન-ટ્રાન્સપોર્ટ વાહન પાસ કરાવવા માટે શું કરવું ? |
ઉત્તર | ૬ કરતા વધારે સીટીંગ કેપેસીટીવાળા નોન-ટ્રાન્સપોર્ટ વાહન પાસ કરાવવા ફોર્મ નં-૨૫માં ફી ભરી, રજીસ્ટ્રેશન બુક, વીમો, તથા પી.યુ.સી. સાથે મોટર વાહન નિરીક્ષક સમક્ષ રજુ કરી પીરીયડ ઇન્સ્પેકશન સર્ટીફીકેટ રીન્યુ કરાવી શકાય છે. જે રીન્યુ કરાવવું ફરજીયાત છે. |
પ્રશ્ન-૧૮ | ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન બુક ખોવાઇ જાય તો શું કરવું ? |
ઉત્તર | રજીસ્ટ્રેશન બુક ખોવાઇ જાય તો નજીકના પોલીસ સ્ટેશને તેનો રીપોર્ટ ફોર્મ નં-૨૬ ભરી નિયત ફી વાહનના પ્રકાર અનુસાર ભરી ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન બુક મેળવી શકાય છે. |
પ્રશ્ન-૧૯ | નવુ વાહન કયાંથી લેવું જોઇએ ? ડીલર કે દલાલ પાસેથી ? |
ઉત્તર | નવુ વાહન હંમેશા કંપની ના અધિકૃત ડીલર પાસેથી ખરીદવું હિતાવહ છે. |
પ્રશ્ન-૨૦ | વાહન અન્ય રાજયમાં લઇ જવા માટે શું કરવું ? |
ઉત્તર | વાહન માલીકે ફોર્મ નં-૨૮ માં બિન વાંધાજનક પ્રમાણપત્ર મેળવવા અરજી કરવી અને રજીસ્ટ્રેશન ઓથોરીટીને વાહન કોઇ ગુના માં સંડોવાયેલ નથી તે અંગેનો પોલીસ રીપોર્ટ આપવાથી બિન વાંધાજનક પ્રમાણપત્ર મળી શકે છે. |
પ્રશ્ન-૨૧ | વાહન ટ્રાન્સફર કરાવવા શું કરવું ? |
ઉત્તર | અરજદારે ફોર્મ-૨૯માં વાહન વેચનારની સહી મેળવી અને ફોર્મ નં-૩૦માં વાહન ખરીદનારે સહી કરી, રજીસ્ટ્રેશન બુક, વિમો, અરજદારનાં સરનામાની સાબિતિ, પીયુસી. વગેરે દસ્તાવેજો સાથે સ્નયત ફી ભરવા થી વાહન અરજદારના નામે ટ્રાન્સફર થઇ જાય છે. |
પ્રશ્ન-૨૨ | વાહન માલીક અવસાન પામેલ છે તો વાહન કઇ રીતે ટ્રાન્સફર કરવું ? |
ઉત્તર | વાહન માલીકના વારસદારે ફોર્મ-૩૧ ભરી, રજીસ્ટ્રેશન બુક, વિમો, મરણ પ્રમાણપત્ર, પીયુસી તથા સોગંદનામું રજુ કરી જરૂરી ફી ભરવાથી વાહન અરજદારના નામે થઇ શકે છે. |
પ્રશ્ન-૨૩ | વાહન જાહેર હરાજી માં ખરીદેલ છે વાહન ટ્રાન્સફર કરવા શું કરવું ? |
ઉત્તર | અરજદારે વાહન ટ્રાન્સફર કરવા ફોર્મ નં-૩૨ ભરવું, રજીસ્ટ્રેશન બુક, અરજદારના નામ નો વિમો, સરનામાની સાબિતિ, વિમો વગેરે દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવાથી વાહન અરજદાર ના નામે ટ્રાન્સફર થઇ જાય છે. |
પ્રશ્ન-૨૪ | વાહનનું સરનામું બદલવા માટે શું વિધિ કરવી પડે છે ? |
ઉત્તર | વાહનનું સરનામું બદલવા ફોર્મ નં-૩૩ ભરવું, રજીસ્ટ્રેશન બુક, અરજદારના નામે વિમો, પીયુસી વગેરે દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવાથી વાહનના સરનામામાં ફેરફાર થઇ જાય છે. |
પ્રશ્ન-૨૫ | ઓથોરાઇઝ ટેસ્ટીંગ મેળવવા શું કરવું ? |
ઉત્તર | અરજદારે ફોર્મ નં-૪૦ માં જરૂરી વિગતો ભરી તથા માહિતી સભર દસ્તાવેજો રજુ કરી જરૂરી ફી ભરવાથી ઓથોરાઇઝ ટેસ્ટીંગ માટે નો પરવાનો મળી શકે છે. |
પ્રશ્ન-૨૬ | ટુરીસ્ટ પરમીટ મેળવવા માટે શું કરવું ? |
ઉત્તર | અરજદારે ફોર્મ નં-૪૫ ભરી જરૂરી દસ્તાવેજો રજુ કરી નિયત ફી ભરવાથી ટુરીસ્ટ પરમીટ મળી શકે છે. |
પ્રશ્ન-૨૭ | નેશનલ પરમીટ મેળવવા તથા ઓથોરાઇઝેશન મેળવવા શું કરવું ? |
ઉત્તર | અરજદારે ફોર્મ નં-૪૬ તથા ૪૮ ભરવું અને જરૂરી દસ્તાવેજો રજુ કરી તથા જરૂરી ફી ભરવાથી નેશનલ પરમીટ તથા ઓથોરાઇઝેશન મેળવી શકાય છે. |
પ્રશ્ન-૨૮ | બીલ ઓફ લીડીંગ શું છે ? અને કોને રાખવું પડે છે ? |
ઉત્તર | બીલ ઓફ લીડીંગ કંપની તરફથી કન્સાઇનરને ઇસ્યુ થતો દસ્તાવેજ છે અને આ દસ્તાવેજો નેશનલ પરમીટ હોલ્ડરને રાખવું ફરજીયાત છે. |
પ્રશ્ન-૨૯ | વાહનનો વિમો શા માટે લેવો જરૂરી છે ? |
ઉત્તર | વાહનને જો અકસ્માત થાય તે સંજોગોમાં કલેઇમ ચુકવણીની ઉત્તરદારી વિમા કંપની લે છે તે માટે વિમો જરૂરી છે. |
પ્રશ્ન-૩૦ | ફોર્મની કિંમત છે ? |
ઉત્તર | ના. કચેરીને લગતી દરેક પ્રકારની કામગીરી અને માહિતીપત્રક વાંચવા માટે તથા દરેક પ્રકારના ફોર્મ કચેરીના નાગરીક સુવિધા કેન્દ્ર પરથી વિના મૂલ્યે આપવામાં આવે છે. |
પ્રશ્ન-૩૧ | અરજી ફોર્મ પ્રિન્ટેડ હોય તો તેની પરમિશન ઝેરોક્ષ આપી શકાય ? |
ઉત્તર | હા. અરજી ફોર્મ પ્રિન્ટ કરેલા હોય તો તેની પરમિશન ઝેરોક્ષ વેલિડ ગણાય છે. |
પ્રશ્ન-૩૨ | ઓફિસમાં કામે આવતી મોટરીંગ પબ્લિકને કઇ કઇ સવલતો આપવામાં આવે છે ? |
ઉત્તર | અત્રેની કચેરીમાં કામ માટે આવતી મોટરીંગ પબ્લિકને પીવાનું પાણી ચોખ્ખું અને ઠંડું મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. બેસવા માટે નાગરીક સુવિધા કેન્દ્રમાં ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓફિસના કામે આવતી જાહેર જનતાને ઓફિસ કામની માહિતી કચેરીના જનસંપર્ક અધિકારી દ્વારા વિગતે માર્ગદર્શન આપવામાં આવે છે. ઓફિસમાં કઇ શાખા કયા નંબરમાં આવેલી છે અને કયા કયા પ્રકારની કામગીરી થાય છે. તે માટે દરેક રૂમ આગ નંબરો અને શાળાનું નામ લખવામાં આવેલ છે. દરેક પ્રકારના અરજીના નિકાલ માટે ચોક્કસ ફીનું ધોરણ દર્શાવતા બોર્ડ મોટરીંગ પબ્લિક જોઇ શકે તે રીતે ઓફિસમાં મુકવામાં આવેલ છે. |