વીમાનો ઈતિહાસ
માણસોના ઈતિહાસની સાથે સાથે વીમાનો પણ ઈતિહાસ શરૂ થતો હોય તેવું લાગે છે. આપણે જાણીયે છીએ કે આપણા સમાજમાં બે પ્રકારના અર્થતંત્ર છે. એક આર્થિક (માર્કેટ, નાણા, નાણાકીય સાધનો અને બીજા ઘણા બધા ) અને બીન નાણાકીય અથવા કુદરતી અર્થતંત્ર ( જેમાં નાણા, માર્કેટ, કે નાણાકીય સાધનોનો ઉપયોગ ન હોય તે.). પહેલો પ્રકાર કરતા બીજો પ્રકાર વધુ પુરાણો છે. આ પ્રકારના સમાજ કે અર્થતંત્રમાં, વ્યકિતઓ એકબીજાને મદદરૂપ બને છે જે વીમાનું એક સ્વરૂપ છે. દાખલ તરીકે, જો ઘર સળગી જાય તો સમાજના સભ્યો તે વ્યકિતને બીજું ઘર ઉભું કરવા મદદ કરશે. પડોશીનું ઘર બળી જાય તો તેના પડોશીએ મદદ કરવી જોઈએ તે ભાવના આ સાથે જોડાયેલી છે. નહીંતર, પડોશીને ભવિષ્યમાં કોઈ મદદ મળશે નહીં. હાલના વિશ્વના કેટલાક દેશો જ્યાં હજી પણ આધુનિક નાણા આધારિત અર્થતંત્ર મજબૂત અને વ્યાપક બન્યું નથી ત્યાં વીમાનો આ પ્રકાર હજુ ચાલુ છે.( દાખલા તરીકે રશિયા સાથે જોડાયેલા તેના ભૂતપૂર્વ સાથી દેશો).
આધુનિક પરીપેક્ષમાં વીમાની વાત કરીએ તો ( આધુનિક નાણાકીય અર્થતંત્રમાં વીમોએ એક નાણાકીય સાધન છે.), પહેલા જોખમને વહેંચવાની અને બદલવાનો ઉપયોગ ઈસ્વીસન પૂર્વેની
બીજી અને
ત્રીજી સદીના
સુર્વણયૂગ દરમિયાન
ચાઈનીઝ અને
બેબિલોનીયામાં વેપારીઓ દ્વારા થતો હતો.
[૭] ચાઈનીઝ વેપારીઓ તોફાની નદીને પાર કરતા તેમને થતું નુકશાન ઓછું કરવા માટે તેમનો માલ વિવિધ જહાજોમાં વહેંચી દેતા હતા જેથી જો એક જહાજ ડુબી જાય તો બધું જ નાશ પામે નહીં. બેબિલોનવાસીઓએ વિકસાવેલી પદ્ધતિ
કોડ ઓફ હામુરાભીમાં નોંધાઈ છે. . ઈસ્વીસન પૂર્વે 1750માં અને તેનો ઉપયોગ
ભૂમધ્ય સમુદ્રમાં
વેપારીઓ દ્વારા કરાતો હતો. જો વેપારીને તેના માલ માટે લોન મળે તો તેણે નાણા ધીરનારને થોડા વધુ નાણા ચૂકવવા પડતા હતા કારણ કે જો તેનો માલ ચોરાઈ જાય તો લોન કેન્સલ કરાશે તેવું નાણા ધીરનાર બાહેંધરી આપતો હતો.
પ્રાચીન પર્શિયાના અચેમેનિયન રાજાઓ પ્રથમ એવા રાજા હતા જેમણે પોતાની પ્રજાનો વીમો ઉતરાવ્યો હતો અને દરેક વ્યકિતએ તેમની વીમા અંગેની નોંધણી સરકારના અધિકારીઓ સમક્ષ કરાવવાનું ફરજિયાત બનાવ્યું હતું. દર વર્ષે વીમાને ફરીથી નવરોઝ( ઈરાનીઓના નવા વર્ષનો પ્રારંભ) ના દિવસે રિન્યુ કરાતો. આ સમારંભમાં વિવિધ સમુદાયના નેતાઓ ભેગા થતા અને તેઓ રાજાને ભેટ આપતા. સૌથી વધુ કિંમતી ભેટ એક વિશેષ સમારંભમાં પ્રસ્તૂત કરવામાં આવતી હતી. જ્યારે ભેટ 10,000 ડેરિક (એચમેનિયન સોનાના સિક્કા) થી વધુ હોય તો તેની નોંધણી વિશેષ કચેરીમાં કરવી પડતી હતી. વિશેષ ભેટ રજૂ કરતા લોકો માટે આ ફાયદારૂપ હતું. જ્યારે બીજા લોકોની ભેટનું આકલંન રાજાના વિશ્વાસુઓ કરતા હતા. આ બાદ ભેટની કિંમત વિશેષ કચેરીમાં નોંધાઈ જતી હતી.
આ ભેટ નોંધવાનો હેતું એવો હતો કે જ્યારે ભેટ આપનાર વ્યકિત મુશ્કેલીમાં હોય ત્યારે રાજા અને કોર્ટ તેને મદદ કરી શકે. ઈતિહાસકાર અને લખેક, જાહેઝ
પ્રાચીન ઈરાન પૂસ્તકમાં લખે છે કે " જ્યારે ભેટ આપનાર વ્યકિત મુશ્કેલીમાં હોય, મકાન બાંધવું હોય, સમારંભ યોજવો હોય કે તેના સંતાનોના લગ્ન કરાવવા હોય ત્યારે કોર્ટનો અધિકારી ભેટમાં આપેલી વસ્તુઓની નોંધણીની ચકાસણી કરતો.જો તેણે આપેલી ભેટની રકમ 10,૦૦૦ ડેરિકથી વધી જાય તો, તે અથવા તેણેને તેને આપેલી ભેટ કરતા બેથી ત્રણ ઘણી રકમ આપવામાં આવતી હતી. "
http://www.iran-law.com/article.php3?id_article=61
એક વર્ષ બાદ ,
રોડેશ લોકોએ આ ખ્યાલને '
સામાન્ય સરેરાશ તરીકે અપનાવ્યો હતો. જે વેપારીઓનો માલ એક સાથે જતો હોય તેઓ પ્રિમીયમની રકમ ભાગી લેતા અને સરખે ભાગે પ્રિમિયમ ચુકવતા. જ્યારે કોઈ વેપારીને જહાજ ડૂબી જવાથી કે તોફાનથી નુકશાન થાય ત્યારે તેને આ પ્રિમીયમની રકમમાંથી નુકશાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું.
ગ્રીક અને
રોમન લોકોએ આરોગ્ય અને જીવન વીમાનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 600ની સાલમાં તેમણે "હિતકારી સમાજ" નામનું એક જૂથ રચ્યું હતું, જે જૂથના સભ્યના
પરિવારની દેખભાળ રાખતું હતું અને
મૃત્યુ વખતે
અંતિમવીધીનો ખર્ચ ઉપાડી લેતું હતું. એક જ ઉદ્દેશ માટે ભેગા થયેલા
જૂથના સભ્યો
મધ્યમ યધરાવતા હતા.
તાલમુડ માલના વીમા અંગેના વિવિધ પાસાની જાણકારી રાખતો હતો. 17મી સદીના અંત સુધીમાં વીમાનો ખ્યાલ વિકસ્યો " મિત્રતા ધરાવતા સમુદાય " ઈંગ્લેન્ડમાં અસ્તિત્વ ધરાવતા હતા, જેમા લોકો કેટલીક રકમનો ફાળો આપતા હતા જેનો ઉદ્દેશ કટોકટીની સ્થિતિમાં પહોંચી વળવાનો હતો.
અલગ પ્રકારના વીમા કરાર ( દા.ત. વીમા કરાર લોન કે અન્ય પ્રકારના કરાર સાથે ન આવતા હોય તેવા)ની શોધ
જીનોઓમાં 14મી સદીમાં થઈ હતી, જેમાં વીમાની સામે સંપતિ ગીરો મુકાતી હતી. આ પ્રકારના નવા વીમા કરારો દ્વારા વીમાને રોકાણથી અલગ પાડવામાં આવતો હતો, આ પ્રકારની અલગ ભૂમિકા દરિયાઈ વીમામાં અસરકારક રહી હતી.
યૂરોપના
પુનરુજ્જીવનકાળ બાદ વીમો વધુ કાર્યદક્ષ બન્યો હતો.
સાતમી સદીના અંત સુધીમાં, લંડન વેપારના કેન્દ્ર તરીકે વિકસતા દરિયાઈ વીમાની માંગ વધી હતી. 1680ના દાયકાના અંત ભાગમાં,
એડવર્ડ લોયડ દ્વાર એક કોફી હાઉસ શરૂ કરવામાં આવ્યું તે વહાણ માલિકો, વેપારીઓ અને વહાણના કેપ્ટનમાં લોકપ્રિય સ્થળ બની ગયું હતું.જેને કારણે તે વહાણ ઉદ્યોગના તાજા અને ભરોસાપાત્ર સમાચાર માટેનું સ્થળ બની ગયું હતું. આ સ્થળ વહાણો અને માલ માટે વીમો લેવા માંગતા પક્ષો માટે બેઠકનું સ્થળ બની ગયું હતું હાલમાં,
લોયડ ઓફ લંડન(નોંધનીય છે કે લોયડ વીમા કંપની નથી) દરિયાઈ અને અન્ય પ્રકારના વીમાના કામ અલગ શાખ ધરાવે છે, તેઓ હાલના વીમાના ખ્યાલથી અલગ પ્રકારે કામ કરે છે.
હાલમાં આપણે જે વીમાના સ્વરૂપને જાણીયે છીએ તેના મુળ લંડનમાં 1666માં લાગેલી
ગ્રેટ ફાયર ઓફ લંડનની આગ તરફ જાય છે. આ આગમાં 13,200 ઘર બળી ગયા હતા. આ આપત્તી બાદ,
નિકોલસ બારબોને મકાનોનો વીમો ઉતારવાની ઓફિસ શરૂ કરી હતી. 1680માં , તેણે ઈંગ્લેન્ડની પ્રથમ વીમા કંપની " ધ ફાયર ઓફિસ," શરૂ કરી જે ઈંટો અને ઘરનો વીમો લેતી હતી.