મિલકત
મિલકત વીમો તમને મિલકતે ચોરી અથવા હવામાનને કારણે થતા નુકશાન સામે રક્ષણ આપે છે. આ વીમામાં કેટલાક વિશેષ વિભાગો પાડવામાં આવ્યા છે જેમ કે આગ વીમો , પૂર વીમો, ભૂકંપ વીમો , મકાન વીમો, દરિયાઈ વીમો અથવાબોઈલર વીમો.
- ઓટોમોબાઈલ વીમો , યુકેમાં મોટર વીમા તરીકે ઓળખાય છે, મોટર વીમો વીમાનો જાણીતો પ્રકાર છે. આ વીમોડ્રાઈવર અને વીમિત કરાયેલ વાહનને થયેલા નુકશાનની જવાબદારી ઉપાડી લે છે. સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં જાહેર રોડ પર ચલાવવામાં આવતા વાહન ઓપરેટરો માટે ઓટો વીમો પૉલિસી લેવી જરૂરી છે. કેટલાક ન્યાયક્ષેત્રોમાં, અકસ્માતમાં ઈજા માટે આપવામાં આવતા વળતર અંગે પીડિતને નો ફોલ્ટસિસ્ટમ હેઠળ આવરી લેવાય છે, જેના કારણે વળતર માટે મોટા દાવો માંડવાની શક્યતાઓ ઓછી થાય છે. પરંતુ તેના કારણે પીડિતને અન્યાય થતો નથી અને તેને યોગ્ય વળતર મળી રહે છે. ભાડે આપવામાં આવેલી કારને થતા નુકશાન અંગે ક્રેડિટ કાર્ડ કંપનીઓ વીમો લે છે.
- ડ્રાઈવિંગ સ્કૂલ વીમો વીમો ડ્રાઈવિંગ શીખી રહ્યો હોય ત્યારે થતા અકસ્માત દરમિયાન થતા નુકશાન સામે વળતર આપે છે. મોટર પૉલિસીમાં શિક્ષકની જવાબદારી હોય છે જ્યારે આ પોલીસીમાં શિક્ષક અને ડ્રાઈવિંગ શીખી રહેલા વ્યકિતને પણ દાવો મંડાય ત્યારે સરખી રીતે જવાબદાર ગણવામાં આવે છે.
- હવાઈ વીમો હલ, સ્પેર, અને અન્ય જવાબદારી ધરાવતા જોખમો સામે રક્ષણ આપે છે. ks.
- બોઈલર વીમો ( બોઈલર અથવા મશીનરી વીમો અથવા ઈક્વિપમેન્ટ બ્રેકડાઉન વીમો તરીકે પણ જાણીતો) ઈક્વિપમેન્ટ અથવા મશીનરીને થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
- બિલ્ડર્સ રીસ્ક વીમો બાંધકામ દરમિયાન મિલકતને થતા નુકશાન સામે આ વીમો રક્ષણ આપે છે. બિલ્ડર્સ રીસ્ક વીમો "બધા જ જોખમો "ના ધોરણે આવરી લેવામાં આવે છે તેમા (વીમેદારની બેજવાબદારીનો પણ સમાવેશ થાય છે.) દસ્તાવેજ બહારના જોખમોનો સમાવેશ થતો નથી.
- પાક વીમો " ખેડૂતો પાક વીમાનો ઉપયોગ પાક સાથે સંકળાયેલા જોખમોની અસર ઓછી કરવા અથવા તેનાથી બચવા માટે આ વીમો લે છે. ખરાબ હવામાન, અતિવૃષ્ટી, દુષ્કાળ, કરા, જંતુઓ કે રોગ જેવા કારણોને કારણે પાકને નુકશાન અથવા નિષ્ફળ જવા સામે ખેડુતો આ વીમો લે છે. [૧૧]
- ભૂકંપ વીમો એ મિલકત વીમાનો એક પ્રકાર છે જેમાં ભૂકંપને કારણે મિલકતને નુકશાન થાય તો વીમા કંપની નુકશાન ચુકવે છે. સામાન્ય રીતે માલિકી વીમાપૉલિસીમાં ભૂકંપને કારણે થતા નુકશાનને આવરી લેવામાં આવતું નથી. મોટાભાગની ભૂકંપ વીમા પૉલિસીઓ કરપાત્ર આવકમાંથી બાદ મળવા પાત્ર હોય છે આના દર સ્થળ અને ભૂકંપની શક્યતા પર આધારીત હોય છે તેમજ મકાનના બાંધકામ પર પણ વીમાનો દર નક્કી થાય છે. .
- ફિડેલિટિ બોન્ડ અકસ્માત પ્રકારનો વીમો છે જેમાં કોઈ ચોક્કસ વ્યકિત દ્વારા કરવામાં આવતી છેત્તરપીંડી સામે વીમેદારને રક્ષણ મળે છે. આ વીમો કર્મચારીઓના વિશ્વાસઘાતના કિસ્સાને કારણે થતા નુકશાન સામે વળતર આપે છે.
- પૂર વીમો પૂરને કારણે મિલકતને થતા નુકશાન સામે રક્ષણ આપે છે. યુએસમાં ઘણી વીમા કંપનીઓ દેશના કેટલાક ભાગમાં પૂર વીમો આપતી નથી. આને કારણે કેન્દ્ર સરકારે નેશનલ ફૂડ ઈન્શ્યોરન્સ પોગ્રામ શરૂ કર્યો છે જે વીમા જેવું કામ આપે છે.
- ગૃહ વીમો અથવા હોમઓનર્સ' વીમો : જૂઓ "મિલકત વીમો".
- જમીનદાર વીમો આ વીમો એવા લોકો માટે છે જેઓ પોતાની મિલકત ભાડે આપે છેયુકેમાં મોટાભાગે ભાડે આપવામાં આવેલી મિલકતને વીમાનું કવર મળતું નથી જેથી મકાન અથવા મિલકત માલિકે ગૃહ વીમાના આ પ્રકારનો વીમો લેવો પડે છે.
- દરિયાઈ વીમો અને દરિયાઈ અથવા દરિયાઈ માલસામાન વીમો જહાજ દ્વારા દરિયાઈ માર્ગે અથવા મોટા નદી માર્ગે લઈ જવાતા માલસામને થતા નુકશાન સામે રક્ષણ આપે છે. જ્યારે માલસામાનના માલિક અને કેરિયર અલગ અલગ હોય ત્યારે દરિયાઈ વીમો આગ, જહાજ ભાંગી પડવું કે પછી અન્ય કારણો સર માલસામાનને થતા નુકશાન માટે માલસામાન માલિકને રક્ષણ આપે છે. પરંતુ કેરિયર અથવા કેરિયરના વીમા દ્વારા મળતી રકમને તેમાંથી બાદ કરી દેવામાં આવે છે. ઘણી દરિયાઈ વીમાઓમાં "સમયના તત્વ" ને ઉમેરવામાં આવે છે. આ પૉલિસીમાં માલસામાન મોડો પહોંચવાથી થતા નુકશાન સામે પણ વળતર ચુકવવામાં આવે છે.
- સ્યોરીટી બોન્ડ વીમો ત્રણ પક્ષકારો વચ્ચેનો વીમો છે જે રોકેલી મુડીના પ્રદર્શન અંગે જોખમોથી બચાવે છે.
- આતંકવાદી વીમો આ વીમો આતંકવાદી પ્રવતિઓને કારણે થતા નુકશાન સામે રક્ષણ આપે છે.
- જ્વાળામુખી વીમો હવાઈમાં જ્વાળામુખી ફાટવાથી થતા નુકશાન સામે વળતર આપે છે.
- તોફાની પવનો સામેનો વીમો આ વીમો વાવાઝોડાં અથવા ટ્રોપિકલ ચક્રાવાતને કારણે થતા નુકશાન સામે રક્ષણ આપે છે.
જવાબદારી
જવાબદારી વીમો એ વ્યાપક અર્થ ધરાવતો વીમો છે જે વીમેદાર સામે થતા કાયદેસરના દાવા સામે રક્ષણ આપે છે. ઘણા પ્રકારના વીમામાં જવાબદારીના તત્વને આવરી લેવામાં આવે છે.દાખલા તરીકે, મકાનમાલિક વીમા પૉલિસીમાં સામાન્ય રીતે જવાબદારી કવરેજનો સમાવેશ થાય છે જે મિલકતની મુલાકાત દરમિયાન કોઈ વ્યકિત લપસી જાય અને તેના દ્વારા કરતા દાવા સામે વીમેદારને રક્ષણ આપે છે. ; ઓટોમોબાઈલ વીમોમાં જવાબદારી વીમાની વાત સમવાઈ છે જેમ અકસ્માતગ્રસ્ત કાર અન્યને પણ ઈજા કે અન્યની મિલકતને નુકશાન કરી શકે છે જે સામે કંપની વળતર ચુકવશે.જવાબદારી વીમા દ્વારા જે રક્ષણ આપવામાં આવે છે તે બે ભાગમાં હોય છે. : એક વીમેદાર સામે માંડવામાં આવતા દાવાઓ અને બીજું નુકશાન સામે વળતર ( વીમેદાર તરફથી વળતર) આ વળતર કોર્ટના ચુકાદા પર આધારિત હોય છે. જવાબદારી પૉલિસી સામાન્ય રીતે વીમેદારની બેજવાબદારી સામે રક્ષણ આપે છે. પરંતુ વીમેદાર દ્વારા જાણીજોઈને કરવામાં આવેલી હરકતોને કારણે થતા નુકશાન સામે વળતર ચુકવાતું નથી.
- ડિરેક્ટર એન્ડ ઓફિસર્સ લાયબલિટિ વીમો આ વીમો સંગઠન (સામાન્ય રીતે કોર્પોરેશન) ને ડિરેક્ટર કે ઓફિસરો દ્વારા કરવામાં આવતી ભૂલને કારણે થતા દાવાઓ સામે રક્ષણ આપે છે. ઉદ્યોગમાં આને "ડીએન્ડઓ(D&O)" કહેવામાં આવે છે.
- પર્યવારણ જવાબદારી વીમો ઈજા, પ્રદુષકો છોડવાને કારણે મિલકતને થતું નુકશાન, તેને સાફ કરાવવાનો ખર્ચ, સામે વળતર આપે છે.
- ભૂલ અને ઓમિશન વીમો : જુઓ " વ્યાવસાયિક જવાબદારી વીમો" "જવાબદારી વીમા" હેઠળ.
- પ્રાઈઝ ઈન્ડેમન્ટી વીમો વીમેદારને કોઈ ચોક્કસ પ્રસંગ દરમિયાન મોટી રકમનું ઈનામ આપવું પડે ત્યારે તે સામે રક્ષણ આપે છે. જેમ કે બેઝબોલ ગેમ અને હોલ ઈન વન ગોલ્ફ ટુર્નામેન્ટમાં સ્પર્ધકને હાફ કોર્ટ શોટ મારનારને આપવામાં આવતી જાહેરાત.
- વ્યાવસાયિક જવાબદારી વીમો , જેને પ્રોફેશનલ ઈન્ડેમન્ટી વીમો , પણ કહેવાય છે આર્કિટેકચરલ કોર્પોરેશન અને મેડિકલ પ્રોફેશનલ જેવા વ્યકિતઓ સામે સંભવિત રીતે બેજવાબદારી માટે તેમના દર્દીઓ અથવા ગ્રાહકો દ્વારા કરવામાં આવતા દાવા સામે આ વીમો રક્ષણ આપે છે. પ્રોફેશનલ લાયબલિટિ વીમો વ્યવસાયને લઈને અલગ અલગ નામ ધરાવી શકે છે. દાખલા તરીકે તબીબી વ્યવસાય માટે આ વીમાને બેદરકારીભર્યો ઉપચાર વીમો કહેવાય છે. નોટરી કરાવતા લોકો એરર એન્ડ ઓમિશન વીમો (E&O) લે છે. અન્ય સંભવીત ઈએન્ડઓ E&O વીમેદાર દાખલા તરીકે, રીઅલ એસ્ટેટ બ્રોકર, વીમા એજન્ટ, હોમ ઈન્સ્પેક્ટર, એપરાઈઝર અને વેબડેવલપર્સનો હોય છે.
ધિરાણ
ધિરાણ વીમો જ્યારે ઋણધારકને માથે બેરોજગારી, અપંગતા અથવા મૃત્યુ જેવી ઘટના બને ત્યારે તમામ અથવા કેટલીક લોનની પુનઃચુકવણી કરે છે.
- મોર્ગેજ વીમો ઋણધારકના ડિફોલ્ટ સામે ધિરાણકર્તાને વીમો આપે છે.મોર્ગેજ વીમો ધિરાણ વીમાનું સ્વરૂપ છે જો કે ધિરાણ વીમા શબ્દનો ઉપયોગ એવી પૉલિસીના ઉલ્લેખ માટે થાય છે કે જે અન્ય પ્રકારના દેવા સામે રક્ષણ આપે છે.
અન્ય પ્રકાર
- સમાંતર પૂરક રક્ષણ વીમો અથવા CPI, તે ધિરાણ સંસ્થા દ્વારા આપવામાં આવેલી લોન માટે સમાંતર પૂરક રક્ષણ તરીકે મુકવામાં આવેલી મિલકત (ખાસ કરીને વાહનો)નો વીમો ઉતારે છે.
- ડિફેન્સ બેઝ એક્ટ વર્કર્સ કમ્પોન્સેશન DBA વીમો, તે અમેરિકા અને કેનેડાની બહાર હાથ ધરાતા કોન્ટ્રાકટ માટે સરકાર દ્વારા કામે રાખવામાં આવેલા મુલકી કામદારોને રક્ષણ પુરું પાડે છે.અમેરિકાના તમામ નાગરિક, રેસિડેન્ટ, ગ્રીનકાર્ડ હોલ્ડર અને વિદેશમાં ચાલતા સરકારી કોન્ટ્રાક્ટમાં કામે રાખવામાં આવેલા તમામ કર્મચારીઓ અને સબકોન્ટ્રાકટરો માટે ડીબીએ જરૂરી છે.દેશને આધારે વિદેશી નાગરિકને પણ ડીબીએ હેઠળ રક્ષણ પુરુ પાડવામાં આવે છે. આ કવચમાં સામાન્ય રીતે તબીબી સારવારને લગતા ખર્ચ, વેતનનું નુકસાન તેમજ અપંગતા અને મૃત્યુ લાભ આપવામાં આવે છે.
- એક્સપેટ્રિએટ વીમો પોતાના દેશની બહાર કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને ઓટોમોબાઇલ, મિલકત, આરોગ્ય, જવાબદારી અને વેપારને લગતા નુકસાન સામે રક્ષણ આપે છે.
- નાણાકીય નુકસાન વીમો વ્યક્તિ અને કંપનીઓને નાણાકીય જોખમની સામે રક્ષણ પુરું પાડે છે.દાખલા તરીકે, ફેક્ટરીમાં આગ લાગવાને કારણે કોઇ બિઝનેસની કામગીરી થોડા સમય માટે અટકી શકતી હોય તો તે વેચાણના નુકસાન સામે રક્ષણ મેળવવા આ વીમો ખરીદી શકે છે.વીમો વીમાધારકની લેણા રકમ ચૂકવવામાં જો કોઇ ધિરાણકર્તા નિષ્ફળ જાય તો તેની સામે પણ રક્ષણ આપી શકે છે. આ પ્રકારના વીમાને બિઝનેસ ઇન્ટ્રપ્શન ઇન્શ્યોરન્સ કહેવાય છેઆ કેટેગરીમાં ફિડીલિટી બોન્ડ અને સ્યોરિટી બોન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જો વીમાધારક તેની કરારબદ્ધ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો આ પ્રોડક્ટ ત્રીજા પક્ષને લાભ આપે છે.
- અપહરણ અને ખંડણી વીમો
- લોક્ડ ફંડ્સ વીમો એ ઓછી જાણીતી સંકર વીમા પૉલિસી છે જે સરકાર અને બેન્કો દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે.તેનો ઉપયોગ અનધિકૃત પક્ષો દ્વારા જાહેર ભંડોળમાં ગોલમાલ સામે રક્ષણ આપવા માટે થાય છે.કેટલાક વિશેષ કિસ્સામાં સરકાર અર્ધ-ખાનગી ફંડોના રક્ષણ માટે પણ તેના ઉપયોગને અધિકૃત કરી શકે છે.આ પ્રકારના વીમા શરતો સામાન્ય રીતે આકરી હોય છે.માટે તેનો અતિ ગંભીર કિસ્સામાં જ ઉપયોગ થાય છે જેમાં ફંડની મહત્તમ સુરક્ષાની જરૂર હોય.