- પરમાણુ ઘટના વીમો કિરણોત્સર્ગી પદાર્થને લગતી ઘટનાને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે અને સામાન્ય રીતે તેની રાષ્ટ્રીય સ્તરે ગોઠવણ થાય છે.જુઓ ન્યુક્લિયર એક્સક્લુઝન ક્લોઝ અને અમેરિકા માટે જુઓ પ્રાઇસ-એન્ડરસન ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીઝ ઇનડેમ્નિટી એકટ
- પાળતુ પ્રાણી માટેનો વીમો પાળતુ પ્રાણીના અકસ્તામ અને બિમારી સામે વીમો આપે છે. કેટલીક કંપનીઓ નિયમિત વેલનેસ કેર અને દફનવિધિનો પણ વીમો આપે છે.
- પ્રદૂષણ વીમા માં બાહ્ય અથવા આંતરિક સૂત્રો દ્વારા વીમિત મિલ્કત દુષિત થવા માટે પ્રથમ પક્ષ કવરનો સમાવેશ થાય છે.વીમિત સ્થળ પરથી અચાનક અને આકસ્મિક રીતે મુક્ત થયેલા હાનિકારક પદાર્થથી હવા, પાણી અથવા જમીન દુષિત થવાની ત્રીજા પક્ષ પ્રત્યેની જવાબદારી માટે કવર.પૉલિસીમાં સામાન્ય રીતે સફાઇનો ખર્ચ કવર કરવામાં આવે છે અને તેમાં ભૂગર્ભ સંગ્રહ ટાંકીમાંથી મુક્ત થયેલા પદાર્થ સામે કવરનો પણ સમાવેશ થઇ શકે છે.આંતરરાષ્ટ્રીય કાયદાઓ સ્પષ્ટપણે બાકાત કરાયેલા છે.
- ખરીદી વીમા નો ઉદેશ લોકો જે પ્રોડક્ટ ખરીદે છે તેની સામે રક્ષણ પુરુ પાડવાનો છે.ખરીદી વીમામાં વ્યક્તિગત ખરીદી રક્ષણ, વોરંટી, ગેરન્ટી, કેર પ્લાન પર કરવા આપે છે અને તેમાં મોબાઇલ ફોન વીમાનો પણ સમાવેશ થાય છે.પૉલિસી હેઠળ કવર કરાયેલા આવા વીમામાં સામાન્ય રીતે સમસ્યાનો અવકાશ અતિમર્યાદિત હોય છે.
- ટાઇટલ વીમો તે ગેરન્ટી આપે છે કે વાસ્તવિક અસ્કયામતના ટાઇટલનો ખરીદી અથવા મોર્ગેજમાં ઉપયોગ થયો છે અને તે બોજો અથવા ગીરોથી મુક્ત અને સ્પષ્ટ છે.તે રિયલ એસ્ટેટ લેવડદેવડ સમયે જાહેર તપાસની શોધના સંદર્ભમાં ઇસ્યુ કરવામાં આવે છે.
- પ્રવાસ વીમો એ વિદેશમાં પ્રવાસ કરતા લોકો દ્વારા લેવામાં આવેલું વીમા કવચ છે તેમાં તબીબી ખર્ચ, માલસામન ગુમ થઇ જવો, પ્રવાસમાં વિલંબ, વ્યક્તિગત જવાબદારી વગેરે જેવી બાબતોના નુકસાન સામે રક્ષણ આપવામાં આવે છે.
- મિડીયા વીમો એ ફિલ્મ, વિડીયો અને ટીવી પ્રોડકશન ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે ઘડવામાં આવ્યો છે.
વીમા ધિરાણ સાધનો
- ફ્રેટરનલ વીમો ફ્રેટરનલ બેનિફિટ સોસાયટી અથવા અન્ય સામાજિક સંસ્થા દ્વારા સહકારી ધોરણે પુરો પાડવામાં આવે છે.[૧૨]
- નો-ફોલ્ટ વીમો એ એવા પ્રકારની વીમા પૉલિસી છે જેમાં વીમાધારકને તેમના પોતાના વીમાદાતા દ્વારા ઇનડેમ્નિફાય કરાય છે.
- સંરક્ષિત સ્વયં વીમો એ વૈકલ્પિક જોખમ ધિરાણ વ્યવસ્થા છે જેમાં સંસ્થા જોખમનો ગણતરી કરેલો ખર્ચ સંસ્થામાં જાળવી રાખે છે અને ચોક્કસ મર્યાદા સુધીનું વિનાશકારી જોખમ વીમાદાતાને તબદીલ કરે છે કે જેથી કાર્યક્રમનો કુલ ખર્ચ જાણી શકાય.સંરક્ષિત સ્વયં વીમા કાર્યક્રમ દ્વારા ડિઝાઇન અને અન્ડરરાઇટ કરાયેલી પ્રોપર્ટી વીમાનો ખર્ચ ઘટાડે અને સ્થિર કરે છે અને જોખમ સંચાલનની મહત્વની માહિતી પુરી પાડે છે.
- રેટ્રોસ્પેક્ટિવ રેટેડ વીમોએ મોટા કોમર્શિયલ એકાઉન્ટ પર પ્રિમીયમ નક્કી કરવાની પદ્ધતિ છે.અંતિમ પ્રિમીયમનો આધાર પૉલિસી મુદત દરમિયાન વીમા ધારકે અનુભવેલા વાસ્તવિક ખર્ચ પર રહે છે, કેટલીક વાર તે મહત્તમ અને લઘુત્તમ પ્રિમીયમને આધિન હોય છે.આ યોજનામાં વર્તમાન પ્રિમીયમનો આંશિક (અથવા સંપૂર્ણ)આધાર વર્તમાન વર્ષના નુકસાન પર રહેલો છે. પ્રિમીયમ એડજસ્ટમેન્ટમાં વર્તમાન વર્ષની પાકતી તારીખ ઉપરાંત મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગી શકે છે.વીમા કરારમાં રેટિક ફોર્મ્યુલાની ગેરંટી આપવામાં આવે છે.ફોર્મ્યુલા: રેટ્રોસ્પેક્ટિવ પ્રિમીયમ = તબદીલ થયેલું નુકસાન + બેઝિક પ્રિમીયમ × કર ગુણક.આ ફોર્મ્યુલાના અસંખ્યા વેરિયેશન વિકસાવાયા છે અને તેનો હાલ ઉપયોગ થઇ રહ્યો છે.
- ઔપચારિક સ્વયં વીમો વીમાપાત્ર નુકસાનને પોતાના નાણામાંથી ચુકવણી કરવાનો ઇરાદાપુર્વકનો નિર્ણય છે.તે અલગ ભંડોળ રચીને ઔપચારિક ધોરણે કરી શકાય છે જેમાં ભંડોળ નિયમિત સમયાંતરે જમા કરવામાં આવે છે અથવા ઉપલબ્ધ વીમો ખરીદવામાં આવે છે અને ખિસ્સામાંથી ચુકવણી કરવામાં આવે છે.સ્વયં વીમાનો ઉપયોગ સામાન્ય રીતે ઉંચી ફ્રિક્વન્સી અને ઓછા ગંભીર નુકસાનની ચુકવણી માટે થાય છે.આવા નુકસાનને જો પરંપરાગત વીમા દ્વારા કવર કરવામાં આવે તો પ્રિમીયમની ચુકવણી કરવી પડે છે જેમાં કંપનીનો સામાન્ય ખર્ચ, પૉલિસીને હિસાબમાં રાખવા માટેનો ખર્ચ, પ્રિમીયમ કર અને આકસ્મિક ખર્ચનો સમાવેશ થાય છે. તમામ વીમા માટે તે વાત સાચી છે કે નાના અને અવારનવાર થતા નુકસાનથી લેવડદેવડ ખર્ચ વોલાટિલિટી ઘટાડાના લાભ કરતા વધી જાય છે.
- રિઇન્શ્યોરન્સ એ અણધાર્યા નુકસાન સામે રક્ષમ મેળવવા માટે વીમા કંપની અથવા સ્વયં વીમિત નોકરીદાતા દ્વારા ખરીદવામાં આવેલો વીમો છે.નાણાકીય રિઇન્શ્યોરન્સ એ રિઇન્શ્યોરન્સનું એક સ્વરૂપ છે જેનો તબદીલી વીમા જોખમ કરતા મૂડી સંચાલન માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે.
- સામાજિક વીમો એ ઘણા દેશોમાં ઘણા લોકો માટે ઘણી વસ્તુ હોઇ શકે છે.પરંતુ તેનું તારણ તે છે કે તે વીમા કવચ (જેમાં જીવન વીમો, અપંગતા આવક વીમો, બેરોજગારી વીમો, આરોગ્ય વીમો અને અન્ય બાબતનો સમાવેશ થાય છે)નું કલેક્શન અને નિવૃત્તિ બચત છે જેમાં તમામ નાગરિકની ભાગીદારી જરૂરી બને છે.સમાજના દરેક વ્યક્તિને પૉલિસીધારક બનવા અને પ્રિમીયમ ચૂકવવા ફરજ પાડવાથી તે સુનિશ્ચિત થાય છે કે દરેક વ્યક્તિ તેને જ્યારે જરૂર પડે ત્યારે તે દાવેદાર બની શકે છે.આ ફરજ ન્યાય પ્રણાલી અને વેલફેર સ્ટેટ જેવા અન્ય વિચાર સાથે જોડાય છે.આ એક વ્યાપક જટીલ મુદ્દો છે જેના પર બૃહદ ચર્ચા ઉભી થઇ છે. જેનો નીચેના લેખ (અને અન્ય)માં વધુ અભ્યાસ થઇ શકે છેઃ
- સ્ટોપ-લોસ વીમો વિનાશક અથવા અણધાર્યા નુકસાન સામે રક્ષણ પુરું પાડે છે.તે એવી સંસ્થાઓ દ્વારા ખરીદાય છે કે જેઓ આયોજનમાંથી ઉભા થતા જોખમની ૧૦૦ ટકા જવાબદારી લેવા ઇચ્છતી નથી.સ્ટોપ-લોસ પૉલિસી હેઠળ વીમા કંપની કપાતપાત્ર ગણાતી ચોક્કસ મર્યાદાથી વધી જતા નુકસાન માટે જવાબદાર બને છે.
બંધ સમુદાય સ્વયં વીમો
કેટલાક સમુદાયો તેમનામાં કરારબદ્ધ જોખમ તબદીલી સિવાયના અન્ય વિકલ્પ મારફતે વાસ્તવિક વીમાનું સર્જન કરવાનું પસંદ કરે છે.એમિશ અને કેટલાક મુસ્લિમસમુદાયો સહિતના કેટલાક ધાર્મિક સમુદાયો મોટી હોનારતના સમયે તેમના સમુદાય દ્વારા પુરી પડાતી મદદ પર આધાર રાખે છે.કોઇ પણ એક વ્યક્તિનું જોખમ સમગ્ર સમુદાય દ્વારા સામુહિક રીતે ઉઠાવવામાં આવે છે, જેમાં તમામ લોકો ગુમાવેલી મિલકતો ફરીથી ઉભી કરવા માટેનો ખર્ચ ઉઠાવે છે અને કોઇ પ્રકારના નુકસાન બાદ જરૂરિયાતમંદ લોકોને મદદ પુરી પાડે છે.સહાયકારક સમુદાયોમાં અન્ય લોકો સમુદાયના નેતાને અનુસરે છે ત્યારે વીમાનું આ સ્વરૂપ અસરકારક નીવડે છે.આ રીતે સમુદાય તેના સભ્યોની વીમાક્ષમતામાં રહેલો તીવ્ર તફાવત દુર કરી શકે છે.સ્પષ્ટ વીમા કરારના નૈતિક જોખમ લાદીને વધુ સ્પષ્ટતા કરી શકાય છે.
વીમા કંપનીઓ
વીમા કંપનીઓને બે જૂથમાં વર્ગિકૃત કરી શકાયઃ
- જીવન વીમા કંપનીઓ કે જે જીવન વીમો, વાર્ષિકી અને પેન્શન પ્રોડક્ટ્સ વેચે છે.
- બિન-જીવન , સામાન્ય , અથવા મિલકત/અકસ્તામ વીમા કંપનીઓ કે જેઓ અન્ય પ્રકારના વીમાનું વેચાણ કરે છે.
- સ્ટાન્ડર્ડ લાઇન્સ
- એક્સેસ લાઇન્સ
આંતરિક વીમા કંપનીઓને મર્યાદિત ઉદેશવાળી વીમા કંપનીઓ કહી શકાય જેની રચના તેમના મૂળ જૂથમાંથી ઉભા થતા જોખમને ભંડોળ પુરુ પાડવાના ચોક્કસ ઉદેશ સાથે કરવામાં આવી હોય છે.આ વ્યાખ્યામાં ઘણીવાર મૂળ કંપનીના ગ્રાહકોના જોખમનો પણ સમાવેશ કરવામાં આવે છે.ટૂંકમા કહીએ તો તે ઇન-હાઉસ-સેલ્ફ-ઇન્શ્યોરન્સ સાધન છે.આંતરિક વીમા કંપની મ્યુચ્યુઅલ આંતરિક કંપની (જે ઉદ્યોગજગતના સભ્યોના સંયુક્ત જોખમનો વીમો આપે છે)ની અને એસોસિયેશન આંતરિક કંપની (જે વ્યવસાયિક, વેપારી અથવા ઔદ્યોગિક એસોસિયેશનના સભ્યોના વ્યક્તિગત જોખમ પર સ્વયં વીમો આપે છે)ની શુદ્ધ કંપની (જે સેલ્ફ-ઇન્શ્યોર્ડ મૂળ કંપનીની સંપૂર્ણમાલિકીની પેટાકંપની છે)નું સ્વરૂપ લઇ શકે છે.આંતરિક કંપનીઓ તેમના પ્રાયોજકને વેપારી, આર્થિક અને કરમાં લાભ કરાવી આપે છે કારણકે તેઓ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરે છે અને વીમા જોખમ સંચાલનને સરળ બનાવે છે તેમજ નાણા પ્રવાહમાં ફ્લેક્સિબિલિટી પુરી પાડે છે.વધુમાં, તે એવા જોખમ પર રક્ષણ પુરું પાડી શકે છે કે જે પરંપરાગત વીમા બજારમાં વાજબી ભાવે ઉપલબ્ધ નથી અથવા ઓફર કરાતું નથી.