- લગભગ તમામ પ્રકારના કવરેજમાં ભારે અને વધી રહેલો પ્રિમીયમ ખર્ચ
- કેટલાક પ્રકારના આકસ્મિક જોખમ પર વીમો આપવામાં મુશ્કેલીઓ
- વિશ્વના વિવિધ ભાગમાં કવરેજ માટેના માપદંડો અલગ અલગ
- રેટિંગ માળખું જે વ્યક્તિગત નુકસાન અનુભવના સ્થાને બજારના વલણનું પ્રતિબિંબ આપે છે
- કપાતપાત્ર અને/અથવા નુકસાન અંકુશ પ્રયાસો માટે અપુરતું ધિરાણ
વીમા કન્સલ્ટન્ટ કે વીમા દલાલો વીમા કંપનીઓ નથી અને વીમાની લેવડદેવડમાં કોઇ જોખમ તેમને તબદીલ થતું નથી. ત્રીજો પક્ષીય વહીવટકર્તા એવી કંપનીઓ છે જે વીમા કંપનીઓ માટે વીમાકરણ કરે છે અને કેટલીકવાર ક્લેમ હેન્ડલિંગ સેવા પણ આપે છે.આ કંપનીઓ વિશેષ નિપુણતા ધરાવતી હોય છે જે ઘણી વાર વીમા કંપનીઓમાં હોતી નથી.
વીમા કરાર ખરીદતી વખતે વીમા કંપનીની નાણાકીય સ્થિરતા અને ક્ષમતાને મુખ્યત્વે ધ્યાનમાં લેવા જોઇએ.અત્યારે ચૂકવાઇ રહેલું વીમા પ્રિમીયમ ભવિષ્યમાં ઘણો વર્ષો બાદ ઉભા થનારા જોખમ સામે રક્ષણ આપે છે.માટે વીમા કેરિયરનું અસ્તિત્વ અતિ મહત્વનું છે.તાજેતરના વર્ષોમાં ઘણી વીમા કંપનીઓ નાદાર બની છે અને તેના પોલીસીધારકોને કોઇ કવર વગર રઝડતા મુકી દીધા છે અથવા તે તેમને સરકારના સમર્થનવાળા વીમા પૂલ અથવા નુકસાન માટે ઓછી આકર્ષક ચૂકવણી કરતી અન્ય ગોઠવણનું જ કવરેજ છે.બેસ્ટ્સ, ફીચ, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ અને મૂડીસ ઇન્વેસ્ટર્સ સર્વિસ જેવી અનેક સ્વતંત્ર રેટિંગ એજન્સીઓ માહિતી પુરી પાડે છે અને વીમા કંપનીના નાણાકીય અસ્થિત્વનું રેટિંગ કરે છે.
વૈશ્વિક વીમા ઉદ્યોગ
વૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. વૈશ્વિક વીમા પ્રિમીયમમાં 2007માં 11 ટકાનો વધારો થયો છે.(અથવા રીયલ ટાઈમ મુજબ 3.3 ટકાનો) પ્રિમીયમ હવે 4.1 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. જીવન વીમામાં નફાકારતા સુધરી છે અને જીવન વીમા સિવાયના સેક્ટરોમાં વર્ષ દરમિયાન સહેજ ઘટાડો થયો છે. જીવન વીમાના પ્રિમીયમમાં 12.6 ટકાનો વધારો થયો છે, જાપાન અને યુરોપ સિવાયના વિકસિત દેશો સિવાયના દેશોમાં તેમાં ઝડપી વધારો નોંધાયો છે. જીવન વીમા સિવાયના પ્રિમીયમમાં પણ વર્ષ દરમિયાન 7. 6 ટકાનો વધારો નોંધાયો છે. 2008ના વર્ષ માટેના આંકડા મળી શક્યા નથી પરંતુ મંદીને કારણે વીમા ઉદ્યોગને પણ અસર થશે તેવી શક્યતા છે. રોકાણની આવક
વિવાદો
વીમાનું વિતરણ અસમાન છે.
તેના વીમેદાર માટે સુરક્ષાનું કવચ પૂરૂ પાડીને વીમા કંપનીને ધ્યાનમાં આવે છે કે વીમેદાર તેના જોખમથી એટલો બધો બેધ્યાન નથી.(વ્યાખ્યા મુજબ વીમેદાર જોખમ વીમા કંપનીને તબદીલ કરે છે. ,) આ ખ્યાલ નૈતિક જોખમકહેવાય છે. જો વીમેદાર તેના જોખમ અને જવાબદારીને વધુ મોટી કરી રહ્યો છે તેવું માલુમ પડે તે સામેના રક્ષણ માટે જોગવાઈ કરે છે. આ દ્વારા તેઓ ફાયનાન્સિયલ એક્સપોઝર ઓછું કરી શકે.
વીમા પૉલિસી કરારમાં જટિલતા
વીમા પોલિસી જટિલ હોઈ શકે છે અને કેટલાક વીમેદારો તેની ફી અને તેનું કવરેજ સમજી શકતા નથી જેને પરિણામે તેમને અનુકુળ ન હોય તેવી પૉલિસીઓ તેઓ ખરીદે છે. આ મુદ્દાને કારણે ઘણા દેશોએ એક વ્યવસ્થિત નિયમન નીતિ ઘડી કાઢી છે જેમાં પૉલિસી માટે ઓછામાં ઓછી ગુણવત્તા તેમજ તેની જાહેરાત કેવી રીતે કરવી અને તેને કેવી રીતે વેંચવી જેવા મુદ્દાઓ સમાવાયા છે.
વીમો એજન્ટ દ્વારા પણ ખરીદી શકાય છે. પૉલિસીધારકનું પ્રતિનિધિત્વ કરતા દલાલ કરતા અલગ રીતે એજન્ટ વીમા કંપનીનો પ્રતિનિધિ હોય છે જેની પૉલિસી પોલીસીધારક ખરીદે છે. એક એજન્ટ એકથી વધુ કંપનીઓનો પ્રતિનિધિ હોઈ શકે છે.
રેડલાઈનિંગ
કેટલાક ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં વીમાનો ઈનકાર કરાય તેને રેડલાઈનિંગ કહેવાય છે, વીમો ઈનકાર કરવાનું કારણ મોટાપ્રમાણમાં નુકશાન જવાબદાર હોય છે.વંશીય ભેદભાવ(Racial profiling) અથવા રેડલાઈનિંગનો અમેરિકામાં મિલકત વીમામાં એક લાંબો ઈતિહાસ છે. ઉદ્યોગોમાંથી, સરકારી દસ્તાવેજો, કોર્ટના દસ્તાવેજો અને વિવિધ સમુદાય તરફથી મળેલી માહિતી મુજબ વંશીય મુદ્દો વીમા ઉદ્યોગને લાંબા સમયથી અસર કરે છે [૧૪]
૨૦૦૭ના જુલાઈમાં ફેડરલ ટ્રેડ કમિશને શાખ આધારિત વીમા સ્કોર અને ઓટોમોબાઈલ વીમો અંગેના અભ્યાસનો એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ગ્રાહક દ્વારા કરવામાં આવતા દાવાઓની આગાહી અભ્યાસમાં રજૂ કરાયેલા સ્કોર દ્વારા કરી શકાય છે. ( http://www2.ftc.gov/os/2007/07/P044804FACTA_Report_Credit-Based_Insurance_Scores.pdf)
વીમા કંપનીએ વીમેદારને થતા નુકશાન સામે વળતર આપવાની સ્થિતિની સમિક્ષા કરવાની છે. જ્યારે પણ કોઈ પરિબળ નુકશાનની સંભાવના વધારતું હોય ત્યારે તેઓ ઉંચા દર વસૂલ કરે છે. વીમાના પાયાના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. જો વીમા કંપની ચૂપ રહે તો સ્થિતિ ખરાબ બને છે.
"ભેદભાવ" યુક્ત (દાખલા તરીકે, નકારાત્મક ભેદભાવયુક્ત વલણ) સંભવિત વીમેદારના જોખમનું યોગ્ય મુલ્યાંકન કરવું અને પ્રિમીયમ નક્કી કરવાની પ્રક્રિયા વીમા કંપનીઓની મુળભૂત ફરજ છે. દાખલા તરીકે વીમા કંપનીઓ વૃદ્ધ વ્યકિતઓ યુવા વ્યકિતઓના વીમાના પ્રિમીયમની સરખામણીમાં ઉંચા દર વસૂલ કરે છે.જેથી વૃદ્ધ વ્યકિતઓને યુવાન વ્યકિતઓથી અલગ રીતે મુલવવામાં આવે છે. વૃદ્ધો યુવાન લોકો કરતા વધુ જલદી મૃત્યુ પામતા હોય છે જેથી નુકશાન જવાનું જોખમ (વીમેદારનું મોત) વધુ પ્રમાણમાં સંભવ છે જેથી વધુ જોખમ હોવાથી તે વધુ પ્રિમિયર વસૂલ કરે છે. પણ જો આવું કંઈ કારણ ન હોય આમ છતાં વીમા કંપની ભેદભાવયુક્ત વર્તે તો ચોક્કસ પણે તે ગેરકાયદે કૃત્ય ગણી શકાય.
આ અભાવને દૂર કરવાના પ્રયાસો કદાચ વીમા કંપનીના વીમેદારોના કેટલાક મુદ્દાઓનો ઉકેલ આવતો નથી તો તેમને ઘણી વખત તકલીફ પણ પડે છે.
જેથી આ અભાવને દુર કરવાના વિકલ્પો નીચે મુજબ છે.: અભાવનો ચાર્જ અન્ય પૉલિસી ધારકો પર અથવા તે ચાર્જ સરકાર પાસેથી વસૂલ કરવો.