વીમાના પ્રકાર
ગણી શકાય તેવા કોઇ પણ જોખમનો વીમો લઇ શકાયચોક્કસ પ્રકારના જોખમ કે જેના પર દાવો કરી શકાય તેને જોખમ કહેવાય છે.વીમા પૉલિસીમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવશે કે પૉલિસી હેઠળ ક્યા જોખમ સામે રક્ષણ આપવામાં આવ્યું છે અને કોની સામે નહીં.હાલ પ્રચલિત હોય તેવા વીમાના કેટલાક પ્રકારોની એક અપૂર્ણ યાદી નીચે દર્શાવેલી છે.એક જ વીમા નીચે દર્શાવેલી એક અથવા તેથી વધુ શ્રેણીનું જોખમ કવર કરી શકે છે.દાખલા તરીકે, ઓટો વીમો મિલકત જોખમ (કારની ચોરી અથવા નુકસાન સામે રક્ષણ)અને જવાબદારી જોખમ (અકસ્માતના સંદર્ભમાં ઉભા થતા કાનૂની દાવા સામે રક્ષણ) બંને સામે રક્ષણ આપે છે.અમેરિકામાં ઘરમાલિકનો વીમામાં ઘર અને માલિકની વસ્તુઓને નુકસાન સામે રક્ષણ આપતા મિલકત વીમો, માલિક સામેના કેટલાક કાનૂની દાવાઓ સામે રક્ષણ આપતા જવાબદારી વીમો અને માલિકની મિલકતમાં ઇજા પામેલા મહેમાનના તબીબી ખર્ચની નાની રકમનો સમાવેશ થાય છે.
ઓટો વીમો
ઓટો વીમો તમને જો અકસ્માત થાય તો નાણાકીય નુકશાન સામે તમારું રક્ષણ કરે છે.તે તમારી અને વીમા કંપની વચ્ચેનો કરાર છે. તમે પ્રિમીયમ ચુકવવા માટે સંમત થાવ છો અને વીમા કંપની તમારી પૉલિસીમાં નક્કી કરાયેલી શરતએ નુકશાન ચુકવવા સંમત થાય છે. ઓટો વીમો મિલકત, જવાબદારી કે તબીબી ક્ષેત્રને આવરી લે છે.
- મિલકત કવરેજ તમને વાહનને નુકશાન કે તેની ચોરી સામે રક્ષણ આપે છે.
- જવાબદારી કવરેજ તમને અન્યોની મિલકતના નુકશાન કે તેને થયેલી ઈજાને લઈને તમારી કાયદેસરની જવાબદારી અંગેનો ખર્ચ ઉપાડે છે.
- મેડિકલ કવરેજ તમને સારવારનો ખર્ચ, અંતિમક્રિયા કે પછી અન્ય તબીબી ખર્ચ સામે રક્ષણ આપે છે.
ગૃહ વીમો
આપત્તિમાં ઘરને થયેલા નુકશાન માટે ગૃહ વીમો તમને વળતર આપે છે. કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં કેટલીક ચોક્કસ પ્રકારની આપત્તિઓ જેમ કે પૂર, ભૂકંપનો વીમામાં સમાવેશ કરતા નથી. આ માટે તમારે વિશેષ કવરેજ માંગવું પડે છે. રખરખાવ-અને તેને લગતી મુશ્કેલીઓએ મકાન માલિકની જવાબદારી છે. પૉલિસીમાં યાદી હોય છે અથવા અલગ પૉલિસી ખરીદવી પડે છે. અને જેઓ પોતાનું ઘર ભાડે આપે છે તેમને માટે પૉલિસી ખરીદવાની ખાસ જરૂરીયાત છે. કેટલાક દેશોમાં વીમા કંપનીઓ ઘરના સભ્યો દ્વારા જેમાં પાળતું જાનવરનો પણ સમાવેશ થાય છે તેમના દ્વારા થતું નુકશાન, ઈજા વગેરે જેવી જવાબદારીઓ અને કાયદેસરના ખર્ચનો સમાવેશ કરતા પેકેજ ઓફર કરે છે.[૧૦]
આરોગ્ય
યુનાઈટેડ કિંગ્ડમમાં નેશનલ હેલ્થ સર્વિસની આરોગ્ય પૉલિસી કે અન્ય લોકોના નાણા દ્વારા ચાલતા આરોગ્ય પોગ્રામ તબીબી સારવારનો ખર્ચ વહન કરે છે. દંત્ય વીમો, જેમ કે વૈદ્યકીય વીમો વ્યકિતઓને ડેન્ટલ કોસ્ટ સામે રક્ષણ આપે છે. ઘણી વખત યુએસમાં, દંત્ય વીમો હેલ્થ વીમોની સાથે નોકરીદાતાના બેનિફિટ પેકેજમાં સમાવેશ કરાય છે.
અક્ષમતા
- અક્ષમતા વીમાપૉલિસી પોલીસી લેનાર વ્યકિતને ઈજા થતા કે બિમારીને કારણે કામ ન કરી શકવાની સ્થિતિમાં નાણાકીય મદદ કરે છે. તેઓ ગીરો મુકેલી મિલકત કે ક્રેડીટ કાર્ડ વડે ગ્રાહકને માસિક મદદ કરે છે.
- ડિસબિલિટિ ઓવરહેડ વીમો બિઝનેશ માલિક જ્યારે કામ કરવા માટે અક્ષમ હોય ત્યારે કરવા પડતા કાયમી ખર્ચને ચુકવવા સામે વળતર આપે છે.
- ટોટલ પર્મનન્ટ ડિસબિલિટિ વીમો તમે જ્યારે કાયમી અક્ષમ થાવ અને તમારા વ્યવસાયમાં કામ કરી શકો નહીં ત્યારે આ વીમો તમને ફાયદો પહોંચાડે છે.
- કામદારોને વળતર આ વીમો કામને લગતી ઈજા થાય તો કર્મચારી ને ચુકવવામાં આવતા ભથ્થાંનો પૂર્ણ ભાગ કે અશતઃ ભાગ ચુકવે છે.
અકસ્માત
અકસ્તામ વીમો દુર્ઘટના સામે રક્ષણ આપે છે તેમાં ચોક્કસ પ્રોપર્ટી સાથે સંકળાયેલા જોખમ સામે જ રક્ષણ મળે એવું જરૂરી નથી.
- ગુના વીમો, તે એક અકસ્માત વીમાનું સ્વરૂપ છે જે ત્રીજા પક્ષના ગુનાહિત કૃત્યુને કારણે થતા નુકસાન સામે વીમાધારકને રક્ષણ આપે છે.દાખલા તરીકે, કોઇ કંપની ચોરી અથવા નાણાકીય કૌભાંડથી થતા નુકસાન સામે રક્ષણ મેળવવા ગુના વીમો લઇ શકે છે.
- રાજકીય જોખમ વીમો, તે અક્સમાત વીમાનું એક સ્વરૂપ છે જે એવા દેશોમાં કામગીરી ધરાવતા વેપારીઓ દ્વારા લેવાય છે કે જ્યાં રાજકીયક્રાંતિ અથવા અન્યરાજકીય સ્થિતિના પરિણામે નુકસાન થઇ શકે છે.
જીવન
જીવન વીમો મૃતકના પરિવાર અથવા અન્ય અધિકૃત લાભાર્થીને નાણાકીય લાભ પુરો પાડે છે અને તે વીમાધારકના પરિવારને ખર્ચ પણ પુરી પાડી શકે છે. જેમાંદફનવિધિ, અગ્નિદાહ અને અન્ય અંતિમક્રિયાને લગતા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.જીવન વીમા પૉલિસીમાં રકમ લાભર્થીને ચુકવવાનો પણ ઘણીવાર વિકલ્પ હોય છે. જેમાં ઉચ્ચક રોકડ રકમ અથવા વાર્ષિક ચૂકવણીનો સમાવેશ થાય છે.