વીમા પેટન્ટ
નવી વીમા પૉલિસી પ્રોડ્કટની નકલ ન થાય તે માટે યુનાઈડેટ સ્ટેટ્સમાં બિઝનેશ મેથડ પેટન્ટ હેઠળ તેને સુરક્ષિત કરાય છે.
તાજેતરમાં જ એક નવી વીમા પ્રોડ્કટની પેટન્ટ લેવાઈ છે જે વપરાશ આધારિત ઓટો વીમોછે. પહેલાના સંસ્કરણ સ્વતંત્ર રીતે શોધાયા હતા અને અમેરિકાની ઓટો વીમા કંપની પ્રોગ્રેશીવ ઓટો વીમો અને સ્પેનિશ સ્વતંત્ર શોધક , સાલ્વાડોર મિનગુઈજોન પેરેઝ દ્વારા પેટેન્ટ કરાવાયા હતા.
ઘણા સ્વતંત્ર શોધકો નવી વીમા પ્રોડક્ટને પેટન્ટ કરાવવા માંગતા હતા. મોટી કંપનીઓ તેમની નવી વીમા પ્રોડ્કટને બજારમાં લઈ જાય તે સામે પેટન્ટ દ્વારા રક્ષણ મળી શકે તેવો તેમનો ખ્યાલ હતો અમેરિકામાં નવી પેટન્ટ અરજીમાં ૭૦ ટકા અરજદારો સ્વતંત્ર શોધક હોય છે.
ઘણા વીમા એઝ્યુક્યુટીવ વીમા પ્રોડ્ક્ટને પેટન્ટ કરાવવાનો વિરોધ કરે છે કારણ કે આ કારણે તેમની પર નવું જોખમ ઉભું થાય છે. ધ હાર્ટફોર્ડ (The Hartford) વીમા કંપનીનું એક ઉદાહરણ છે. તાજેતરમાં કંપનીને 80 મિલિયન ડોલર એક સ્વતંત્ર શોધક બોનકોપ (Bancorp Services )ને ચુકવવા પડ્યા છે. બાનકોર્પોર દ્વારા શોધવામાં આવેલી અને પેટન્ટ કરાવાયેલી વીમા પ્રોડ્કટની ચોરી અને પેટન્ટ ઉલ્લંઘન કરવાનો હાર્ટફોર્ટ પર કેસ કરવામાં આવ્યો હતો જેનાથી બચવા માટે કંપની રકમ ચૂકવવા સંમત થઈ હતી.
અમેરિકામાં દર વર્ષે ૧૫૦ જેટલી નવી વીમા પ્રોડક્ટ માટે નવી પેટન્ટ અરજીઓ કરવામાં આવે છે. પેટન્ટ આપવાનો દર પણ સતત વધી રહ્યો છે. 2002માં આ આંક 15નો હતો જે 2006માં વધીને 44નો થયો છે. [૧૬]
શોધક હવે તેની વીમા યુએસ પેટન્ટ અરજીને પીઅર ટૂ પેટન્ટ પ્રોગ્રામ.[૧૭] પહેલી વીમા પેટન્ટ અરજી US2009005522 “ રીસ્ક એસેસમેન્ટ કંપની ” હતી. જે ૬ માર્ચ 2009ના રોજ ફાઈલ કરવામાં આવી હતી. આ પેટન્ટ અરજીઓ વીમા કંપનીઓ દ્વારા હાલની પરિસ્થિતિને અનુરૂપ હોય છે.[૧૮]
વીમા ઉદ્યોગ અને દર
કેટલીક વીમા પ્રોડક્ટ અને પ્રેક્ટીશને વિવેચકો રેન્ટ સિકિંગ કહે છે.
કેટલીક વીમા પ્રોડ્કટ અથવા ગામગીરી કાયદેસરના ફાયદા માટે ઉપયોગી હોય છે જેમકે ટેક્ષ ઘટાડવો કે પછી અનિચ્છનિય ઘટના સમે રક્ષણ આપવું વગેરે..યુનાઈટેડ સ્ટેટ્સ કર કાયદા મુજબ, દાખલા તરીકે અસ્થિર વર્ષાસન( variable annuities ) અને અસ્થિર જીવન વીમા કંપની પ્રિમીયમની આવકને શેરબજારમાં રોકી શકે છે અને તેમના રોકાણ પર ચૂકવવામાં આવતા કરને જ્યાં સુધી રોકાણ પાછું ન ખેંચાય ત્યાં સુધી કે પછી થોડા સમય મુલત્વી રાખી શકાય છે. ઘણી વખત લોકો ટેક્ષ ચુકવવાનું મુલત્વી રાખવાની સગવડ માટે જ આનો ઉપયોગ કરે છે.
અન્ય ઉદાહરણ લીગલ ઈન્ફ્રાસ્ટ્કચર છે. કેટલીક જોગવાઈઓને કારણે એસ્ટેટ ટેક્ષ ચુકવવામાંથી મુક્તિ મળી જાય છે.
વીમા કંપનીઓની ટીકા
હાલની વીમા કંપનીઓ નાણા રળવાનો ધંધો કરે છે તેમને વીમામાં ઘણો ઓછો રસ છે.
તેમની દલીલ છે કે વીમા કંપનીઓનો ઉદ્દેશ જોખમનો હાઉ ઉભો કરવાનો છે જેથી મોટીમાત્રામાં કેસો મેળવી શકાય.
અન્ય ટીકાઓમાં સામેલ છે.
- વીમા પૉલિસીઓમાં ઘણા બધા વીમો ન ચુકવવાના કારણો ( exclusion clause ) હોય છે.. દાખલા તરીકે ગૃહ વીમો પૉલિસીમાં બગીચાની દિવાલને થતું નુકશાન ગણવામાં આવતું નથી.
- ઘણી વીમા કંપનીઓ હવે કોલ સેન્ટરનો ઉપયોગ કરે છે અને સ્ટાફ સ્ક્રીપ્ટ વાંચીને જવાબ આપવાની કોશીષ કરે છે.
વીમા અંગેનું ચોક્કસ જ્ઞાન ધરાવતા લોકો જ આ લોકો સાથે યોગ્ય વાત કરી શકે છે.
જ્યારે પૉલિસી હોલ્ડર્સ વીમા એજન્ટો સાથે મસલત કર્યા બાદ પણ એવું લાગે કે તેનું પ્રિમીયમની ચૂકવણી ઓછી થઈ રહી છે ત્યારે અપૂરતા કવરેજ રક્ષણને કારણે મોટું નાણાકીય નુકશાન થવાની શક્યતા હોય છે.
જે વીમા કંપનીઓ પોતાના વીમા એજન્ટોને સજ્જ બનાવવા માટે નાણા ખર્ચે છે તે એજન્ટ સમુદાય માટે મુલ્યવાન સેવા પૂરી પાડે છે. જ્ઞાન ધરાવતા વીમા એજન્ટ સાથે કામ કરતા પૉલિસી હોલ્ડરને ફાયદો છે કારણ કે તે ગ્રાહકની જરૂરીયાત સારી રીતે સમજે છે.
પારિભાષિક શબ્દોનો કોશ
- 'સંયુક્ત રેશિયો' = લોસ રેશિયો + એક્સપેન્સ રેશિયો + કમિશન રેશિયો. લોસ રેશિયો નુકસાનની રકમને કમાવાયેલા પ્રિમીયમની રકમને ભાંગીને ગણવામાં આવે છે. (કેટલીક વખત લોસ એડજેસમેન્ટ ખર્ચનો પણ ઉમેરો કરવામાં આવે છે.) ખર્ચ રેશિયો રિટન પ્રિમીયમમાંથી સંચાલન ખર્ચને ભાંગીને ગણવામાં આવે છે. ઓછા આંક સારૂં વળતર બતાવે છે. ર
- ' એસએસએ (SSA) ' = સબસ્રકાઈબ સેવિંગ એકાઉન્ટ.
- 'એઆઈએફ (AIF)' = એટોર્ની ઈન ફેક્ટ.