Main | My profile | Registration | Log out | Login | RSSThursday, 02/05/2024, 3.36.59 AM

Health, Wealth & Life Insurance

DINESH PATEL

Certificate
Free Trust Seal
FREE.. નિ:શુલ્ક...
Site menu
Presentations
ગુજરાતી
Miscellaneous
Our poll
Rate my site
Total of answers: 78
Login form
User Counter

વીમો

  • પરમાણુ ઘટના વીમો કિરણોત્સર્ગી પદાર્થને લગતી ઘટનાને કારણે થતા નુકસાન સામે રક્ષણ આપે છે અને સામાન્ય રીતે તેની રાષ્ટ્રીય સ્તરે ગોઠવણ થાય છે.જુઓ ન્યુક્લિયર એક્સક્લુઝન ક્લોઝ અને અમેરિકા માટે જુઓ પ્રાઇસ-એન્ડરસન ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીઝ ઇનડેમ્નિટી એકટ
  • પાળતુ પ્રાણી માટેનો વીમો પાળતુ પ્રાણીના અકસ્તામ અને બિમારી સામે વીમો આપે છે. કેટલીક કંપનીઓ નિયમિત વેલનેસ કેર અને દફનવિધિનો પણ વીમો આપે છે.
  • પ્રદૂષણ વીમા માં બાહ્ય અથવા આંતરિક સૂત્રો દ્વારા વીમિત મિલ્કત દુષિત થવા માટે પ્રથમ પક્ષ કવરનો સમાવેશ થાય છે.વીમિત સ્થળ પરથી અચાનક અને આકસ્મિક રીતે મુક્ત થયેલા હાનિકારક પદાર્થથી હવા, પાણી અથવા જમીન દુષિત થવાની ત્રીજા પક્ષ પ્રત્યેની જવાબદારી માટે કવર.પૉલિસીમાં સામાન્ય રીતે સફાઇનો ખર્ચ કવર કરવામાં આવે છે અને તેમાં ભૂગર્ભ સંગ્રહ ટાંકીમાંથી મુક્ત થયેલા પદાર્થ સામે કવરનો પણ સમાવેશ થઇ શકે છે.આંતરરાષ્ટ્રીય કાયદાઓ સ્પષ્ટપણે બાકાત કરાયેલા છે.
  • ખરીદી વીમા નો ઉદેશ લોકો જે પ્રોડક્ટ ખરીદે છે તેની સામે રક્ષણ પુરુ પાડવાનો છે.ખરીદી વીમામાં વ્યક્તિગત ખરીદી રક્ષણ, વોરંટી, ગેરન્ટી, કેર પ્લાન પર કરવા આપે છે અને તેમાં મોબાઇલ ફોન વીમાનો પણ સમાવેશ થાય છે.પૉલિસી હેઠળ કવર કરાયેલા આવા વીમામાં સામાન્ય રીતે સમસ્યાનો અવકાશ અતિમર્યાદિત હોય છે. 
  • ટાઇટલ વીમો તે ગેરન્ટી આપે છે કે વાસ્તવિક અસ્કયામતના ટાઇટલનો ખરીદી અથવા મોર્ગેજમાં ઉપયોગ થયો છે અને તે બોજો અથવા ગીરોથી મુક્ત અને સ્પષ્ટ છે.તે રિયલ એસ્ટેટ લેવડદેવડ સમયે જાહેર તપાસની શોધના સંદર્ભમાં ઇસ્યુ કરવામાં આવે છે.
  • પ્રવાસ વીમો એ વિદેશમાં પ્રવાસ કરતા લોકો દ્વારા લેવામાં આવેલું વીમા કવચ છે તેમાં તબીબી ખર્ચ, માલસામન ગુમ થઇ જવો, પ્રવાસમાં વિલંબ, વ્યક્તિગત જવાબદારી વગેરે જેવી બાબતોના નુકસાન સામે રક્ષણ આપવામાં આવે છે.
  • મિડીયા વીમો એ ફિલ્મ, વિડીયો અને ટીવી પ્રોડકશન ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે ઘડવામાં આવ્યો છે.

વીમા ધિરાણ સાધનો

  • ફ્રેટરનલ વીમો ફ્રેટરનલ બેનિફિટ સોસાયટી અથવા અન્ય સામાજિક સંસ્થા દ્વારા સહકારી ધોરણે પુરો પાડવામાં આવે છે.[૧૨]
  • નો-ફોલ્ટ વીમો એ એવા પ્રકારની વીમા પૉલિસી છે જેમાં વીમાધારકને તેમના પોતાના વીમાદાતા દ્વારા ઇનડેમ્નિફાય કરાય છે.
  • સંરક્ષિત સ્વયં વીમો એ વૈકલ્પિક જોખમ ધિરાણ વ્યવસ્થા છે જેમાં સંસ્થા જોખમનો ગણતરી કરેલો ખર્ચ સંસ્થામાં જાળવી રાખે છે અને ચોક્કસ મર્યાદા સુધીનું વિનાશકારી જોખમ વીમાદાતાને તબદીલ કરે છે કે જેથી કાર્યક્રમનો કુલ ખર્ચ જાણી શકાય.સંરક્ષિત સ્વયં વીમા કાર્યક્રમ દ્વારા ડિઝાઇન અને અન્ડરરાઇટ કરાયેલી પ્રોપર્ટી વીમાનો ખર્ચ ઘટાડે અને સ્થિર કરે છે અને જોખમ સંચાલનની મહત્વની માહિતી પુરી પાડે છે.
  • રેટ્રોસ્પેક્ટિવ રેટેડ વીમોએ મોટા કોમર્શિયલ એકાઉન્ટ પર પ્રિમીયમ નક્કી કરવાની પદ્ધતિ છે.અંતિમ પ્રિમીયમનો આધાર પૉલિસી મુદત દરમિયાન વીમા ધારકે અનુભવેલા વાસ્તવિક ખર્ચ પર રહે છે, કેટલીક વાર તે મહત્તમ અને લઘુત્તમ પ્રિમીયમને આધિન હોય છે.આ યોજનામાં વર્તમાન પ્રિમીયમનો આંશિક (અથવા સંપૂર્ણ)આધાર વર્તમાન વર્ષના નુકસાન પર રહેલો છે. પ્રિમીયમ એડજસ્ટમેન્ટમાં વર્તમાન વર્ષની પાકતી તારીખ ઉપરાંત મહિનાઓ અથવા વર્ષોનો સમય લાગી શકે છે.વીમા કરારમાં રેટિક ફોર્મ્યુલાની ગેરંટી આપવામાં આવે છે.ફોર્મ્યુલા: રેટ્રોસ્પેક્ટિવ પ્રિમીયમ = તબદીલ થયેલું નુકસાન + બેઝિક પ્રિમીયમ × કર ગુણક.આ ફોર્મ્યુલાના અસંખ્યા વેરિયેશન વિકસાવાયા છે અને તેનો હાલ ઉપયોગ થઇ રહ્યો છે.
  • ઔપચારિક સ્વયં વીમો વીમાપાત્ર નુકસાનને પોતાના નાણામાંથી ચુકવણી કરવાનો ઇરાદાપુર્વકનો નિર્ણય છે.તે અલગ ભંડોળ રચીને ઔપચારિક ધોરણે કરી શકાય છે જેમાં ભંડોળ નિયમિત સમયાંતરે જમા કરવામાં આવે છે અથવા ઉપલબ્ધ વીમો ખરીદવામાં આવે છે અને ખિસ્સામાંથી ચુકવણી કરવામાં આવે છે.સ્વયં વીમાનો ઉપયોગ સામાન્ય રીતે ઉંચી ફ્રિક્વન્સી અને ઓછા ગંભીર નુકસાનની ચુકવણી માટે થાય છે.આવા નુકસાનને જો પરંપરાગત વીમા દ્વારા કવર કરવામાં આવે તો પ્રિમીયમની ચુકવણી કરવી પડે છે જેમાં કંપનીનો સામાન્ય ખર્ચ, પૉલિસીને હિસાબમાં રાખવા માટેનો ખર્ચ, પ્રિમીયમ કર અને આકસ્મિક ખર્ચનો સમાવેશ થાય છે. તમામ વીમા માટે તે વાત સાચી છે કે નાના અને અવારનવાર થતા નુકસાનથી લેવડદેવડ ખર્ચ વોલાટિલિટી ઘટાડાના લાભ કરતા વધી જાય છે.
  • રિઇન્શ્યોરન્સ એ અણધાર્યા નુકસાન સામે રક્ષમ મેળવવા માટે વીમા કંપની અથવા સ્વયં વીમિત નોકરીદાતા દ્વારા ખરીદવામાં આવેલો વીમો છે.નાણાકીય રિઇન્શ્યોરન્સ એ રિઇન્શ્યોરન્સનું એક સ્વરૂપ છે જેનો તબદીલી વીમા જોખમ કરતા મૂડી સંચાલન માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે.
  • સામાજિક વીમો એ ઘણા દેશોમાં ઘણા લોકો માટે ઘણી વસ્તુ હોઇ શકે છે.પરંતુ તેનું તારણ તે છે કે તે વીમા કવચ (જેમાં જીવન વીમો, અપંગતા આવક વીમો, બેરોજગારી વીમો, આરોગ્ય વીમો અને અન્ય બાબતનો સમાવેશ થાય છે)નું કલેક્શન અને નિવૃત્તિ બચત છે જેમાં તમામ નાગરિકની ભાગીદારી જરૂરી બને છે.સમાજના દરેક વ્યક્તિને પૉલિસીધારક બનવા અને પ્રિમીયમ ચૂકવવા ફરજ પાડવાથી તે સુનિશ્ચિત થાય છે કે દરેક વ્યક્તિ તેને જ્યારે જરૂર પડે ત્યારે તે દાવેદાર બની શકે છે.આ ફરજ ન્યાય પ્રણાલી અને વેલફેર સ્ટેટ જેવા અન્ય વિચાર સાથે જોડાય છે.આ એક વ્યાપક જટીલ મુદ્દો છે જેના પર બૃહદ ચર્ચા ઉભી થઇ છે. જેનો નીચેના લેખ (અને અન્ય)માં વધુ અભ્યાસ થઇ શકે છેઃ
  • સ્ટોપ-લોસ વીમો વિનાશક અથવા અણધાર્યા નુકસાન સામે રક્ષણ પુરું પાડે છે.તે એવી સંસ્થાઓ દ્વારા ખરીદાય છે કે જેઓ આયોજનમાંથી ઉભા થતા જોખમની ૧૦૦ ટકા જવાબદારી લેવા ઇચ્છતી નથી.સ્ટોપ-લોસ પૉલિસી હેઠળ વીમા કંપની કપાતપાત્ર ગણાતી ચોક્કસ મર્યાદાથી વધી જતા નુકસાન માટે જવાબદાર બને છે.


બંધ સમુદાય સ્વયં વીમો

કેટલાક સમુદાયો તેમનામાં કરારબદ્ધ જોખમ તબદીલી સિવાયના અન્ય વિકલ્પ મારફતે વાસ્તવિક વીમાનું સર્જન કરવાનું પસંદ કરે છે.એમિશ અને કેટલાક મુસ્લિમસમુદાયો સહિતના કેટલાક ધાર્મિક સમુદાયો મોટી હોનારતના સમયે તેમના સમુદાય દ્વારા પુરી પડાતી મદદ પર આધાર રાખે છે.કોઇ પણ એક વ્યક્તિનું જોખમ સમગ્ર સમુદાય દ્વારા સામુહિક રીતે ઉઠાવવામાં આવે છે, જેમાં તમામ લોકો ગુમાવેલી મિલકતો ફરીથી ઉભી કરવા માટેનો ખર્ચ ઉઠાવે છે અને કોઇ પ્રકારના નુકસાન બાદ જરૂરિયાતમંદ લોકોને મદદ પુરી પાડે છે.સહાયકારક સમુદાયોમાં અન્ય લોકો સમુદાયના નેતાને અનુસરે છે ત્યારે વીમાનું આ સ્વરૂપ અસરકારક નીવડે છે.આ રીતે સમુદાય તેના સભ્યોની વીમાક્ષમતામાં રહેલો તીવ્ર તફાવત દુર કરી શકે છે.સ્પષ્ટ વીમા કરારના નૈતિક જોખમ લાદીને વધુ સ્પષ્ટતા કરી શકાય છે.


યુનાઇટેડ કિંગડમમાં ધ ક્રાઉન (મુલકી સેવા માટે) સરકારી ઇમારતો જેવી મિલકતોનો વીમો ઉતારતી નથી.જો સરકારી ઇમારતોને નુકસાન થાય તો તેના સમારકામનો ખર્ચ જાહેર ભંડોળમાંથી ભરપાઇ કરવામાં આવશે, લાંબા ગાળે તે વીમા પ્રિમીયમ ભરવા કરતા વધુ સસ્તું પડે છે.યુકોમાં મોટાભાગની સરકારી ઇમારતો પ્રોપર્ટી કંપનીઓને વેચાઇ ગઇ છે અને ભાડે અપાઇ છે માટે આ ગોઠવણ હવે ઓછી જોવા મળે છે લગભગ અદ્રશ્ય જ થઇ ગઇ છે.


વીમા કંપનીઓ

વીમા કંપનીઓને બે જૂથમાં વર્ગિકૃત કરી શકાયઃ

  • જીવન વીમા કંપનીઓ કે જે જીવન વીમો, વાર્ષિકી અને પેન્શન પ્રોડક્ટ્સ વેચે છે.
  • બિન-જીવન , સામાન્ય , અથવા મિલકત/અકસ્તામ વીમા કંપનીઓ કે જેઓ અન્ય પ્રકારના વીમાનું વેચાણ કરે છે.


સામાન્ય વીમા કંપનીઓ વધુ બે પેટાજૂથમાં વર્ગિકૃત કરી શકાય છે.

  • સ્ટાન્ડર્ડ લાઇન્સ
  • એક્સેસ લાઇન્સ


મોટા ભાગના દેશોમાં જીવન અને બિન-જીવન વીમાદાતાઓ વિવિધ નિયમનકારી પ્રથા અને વિવિધ કર અને એકાઉન્ટિંગ નિયમોને આધિન હોય છે.બે પ્રકારની કંપનીઓ વચ્ચેના તફાવત પાછળનું મુખ્ય કારણ તે છે કે જીવન, વાર્ષિકી અને પેન્શન કારોબારો સ્વભાવે લાંબાગાળાનો છે- જીવન અને પેન્શન માટેના કવરમાં ઘણાદાયકાઓ સુધીના જોખમ સામે રક્ષણ મળે છે.તેનાથી વિપરિત બિન-જીવન વીમા કવચ સામાન્ય રીતે એક વર્ષ જેવા ટૂંકાગાળાના સમય માટે રક્ષણ આપે છે.


અમેરિકામાં સ્ટાન્ડર્ડ લાઇન વીમા કંપનીઓ મુખ્યપ્રવાહની વીમાદાતા કંપનીઓ છે.આ એવી કંપનીઓ છે કે જે ખાસ કરીને ઓટો, ઘર અને કારોબારનો વીમો આપે છે.તેઓ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં વિવિધતા વગરની પેટર્ન અથવા કૂકી-કટર નીતિનો ઉપયોગ કરે છે.તેના પ્રિમીયમ એક્સેસ લાઇન કરતા નીચા હોય છે અને તે વ્યક્તિને સીધું વેચી શકાય છે.તેનું દેશના કાયદા દ્વારા નિયમન થાય છે, તે વીમા પૉલિસી માટે તેમના દ્વારા લેવાતા ચાર્જની રકમ મર્યાદિત કરી શકે છે.


એક્સેસ લાઇન વીમા કંપનીઓ એવા જોખમ પર વીમો આપે છે કે જેના પર સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ લાઇન બજાર દ્વારા કવર અપાતું નથી.તેને વ્યાપકપણે નોન-એડમિટેડ વીમાદાતાના વીમા તરીકે ઓળખાય છે.નોન એડમિટેડ વીમાદાતાઓ જ્યાં જોખમ સ્થાયી થયેલું છે તે રાજ્યોમાં લાઇસન્સ ધરાવતા નથી.આ કંપનીઓમા વધુ ફ્લેક્સિબિલિટી હોય છે અને તે પ્રમાણભૂત ઇન્શ્યોરન્સ કંપનીઓની તુલનાએ ઝડપથી કામ કરી શકે છે કારણકે તેને એડમિટેડ કેરિયર્સની જેમ દર અને અરજીપત્રો ફાઇલ કરવાની જરૂર રહેતી નથી. જો કે તેમના પર પણ નિયમનકારી અંકુશો તો છે જ.કાયદા મુજબ વીમો સરપ્લસ લાઇન એજન્ટ અને દલાલ દ્વારા લેવાવો જોઇએ નહીં કે પ્રમાણભૂત લાઇસન્સધારક વીમાદાતા પાસેથી.


વીમા કંપનીઓનું સામાન્ય રીતે મ્યુચ્યુઅલ અથવા સ્ટોક કંપની એમ વર્ગીકરણ કરવામાં આવે છે.મ્યુચ્યુઅલ કંપનીઓની માલિકી પોલીસીધારકોની છે જ્યારે સ્ટોકધારકો (તેઓ પોલીસી ધરાવતા હોય અને ના પણ હોય) સ્ટોક વીમા કંપનીની માલિકી ધરાવે છે. સ્ટોક કંપનીની રચના માટે મ્યુચ્યુઅલ વીમાદાતાનાડીમ્યુચ્યુઅલાઇઝેશન તેમજ સંકર કંપનીની રચનાને મ્યુચ્યુઅલ હોલ્ડિંગ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રણાલી અમેરિકા જેવા દેશોમાં 20મી સદીથી પ્રચલિત બની છે. વીમા કંપનીના અન્ય સ્વરૂપમાં રેસિપ્રોકલ નો સમાવેશ થાય છે જેમાં પોલીસીધારક જોખમની વહેંચણીમાં ભાગીદારી કરે છે. અને લોયડ્સ સંસ્થાઓ.


વીમા કંપનીઓનું એ. એમ. બેસ્ટ જેવી વિવિધ એજન્સીઓ દ્વારા રેટિંગ થાય છે.રેટિંગમાં કંપનીના નાણાકીય ક્ષમતાનો સમાવેશ થાય છે જે તેની દાવો ચૂકવવાની ક્ષમતાનું આકલન કરે છે.તે વીમા કંપની દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા નાણા સાધનોનું પણ રેટિંગ કરે છે જમાં બોન્ડ્સ, નોટ્સ અને જામીનગીરી પ્રોડકટ્સનો સમાવેશ થાય છે.


રિઇન્શ્યોરન્સ કંપનીઓએ એવી વીમા કંપનીઓ છે જે અન્ય વીમા કંપનીઓને પોલીસી વેચે છે અને તેમને તેમનું જોખમ ઘટાડવા અને તેમના મોટા નુકસાન સામે રક્ષણ મેળવવાની પરવાનગી આપે છે.રિઇન્શ્યોરન્સ બજારમાં મોટું ભંડોળ ધરાવતી કેટલીક મોટી કંપનીઓનું જ પ્રભુત્વ છે.રિઇન્શ્યોરર વીમા જોખમનો સીધો રાઇટર પણ હોઇ શકે છે.


આંતરિક વીમા કંપનીઓને મર્યાદિત ઉદેશવાળી વીમા કંપનીઓ કહી શકાય જેની રચના તેમના મૂળ જૂથમાંથી ઉભા થતા જોખમને ભંડોળ પુરુ પાડવાના ચોક્કસ ઉદેશ સાથે કરવામાં આવી હોય છે.આ વ્યાખ્યામાં ઘણીવાર મૂળ કંપનીના ગ્રાહકોના જોખમનો પણ સમાવેશ કરવામાં આવે છે.ટૂંકમા કહીએ તો તે ઇન-હાઉસ-સેલ્ફ-ઇન્શ્યોરન્સ સાધન છે.આંતરિક વીમા કંપની મ્યુચ્યુઅલ આંતરિક કંપની (જે ઉદ્યોગજગતના સભ્યોના સંયુક્ત જોખમનો વીમો આપે છે)ની અને એસોસિયેશન આંતરિક કંપની (જે વ્યવસાયિક, વેપારી અથવા ઔદ્યોગિક એસોસિયેશનના સભ્યોના વ્યક્તિગત જોખમ પર સ્વયં વીમો આપે છે)ની શુદ્ધ કંપની (જે સેલ્ફ-ઇન્શ્યોર્ડ મૂળ કંપનીની સંપૂર્ણમાલિકીની પેટાકંપની છે)નું સ્વરૂપ લઇ શકે છે.આંતરિક કંપનીઓ તેમના પ્રાયોજકને વેપારી, આર્થિક અને કરમાં લાભ કરાવી આપે છે કારણકે તેઓ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ કરે છે અને વીમા જોખમ સંચાલનને સરળ બનાવે છે તેમજ નાણા પ્રવાહમાં ફ્લેક્સિબિલિટી પુરી પાડે છે.વધુમાં, તે એવા જોખમ પર રક્ષણ પુરું પાડી શકે છે કે જે પરંપરાગત વીમા બજારમાં વાજબી ભાવે ઉપલબ્ધ નથી અથવા ઓફર કરાતું નથી.


આંતરિક કંપની તેમની મૂળ કંપનીના જે જોખમ અન્ડરરાઇટ કરી શકે છે તેના પ્રકારમાં મિલકતને નુકસાન, જાહેર અને પ્રોડક્ટ જવાબદારી, વ્યવસાયિક ઇનડેમ્નિટી, કર્મચારી લાભ, નોકરીદાતાની જવાબદારી, મોટર અને તબીબી મદદ ખર્ચનો સમાવેશ થાય છે. આંતરિક કંપનીનું આવા જોખમમાં રોકાણ રિઇન્શ્યોરન્સના ઉપયોગને કારણે મર્યાદિત હોય છે.

12 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | Next...

Select Language
Subscribed Link
AD
Want to Earn Money?
Join RupeeMail!
Get paid to open your mails.
Its Free!

Calculator
Calendar
«  May 2024  »
SuMoTuWeThFrSa
   1234
567891011
12131415161718
19202122232425
262728293031
Worldwide Visiters
free counters
Search

For best view use Internet Explorer 7.0 or above, Google Chrome or Mozilla Firefox.
© All rights reserved. No part of this website may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, Health, Wealth & Life Insurance. Any breach will entail legal action and prosecution without further notice.
Copyright: Health, Wealth & Life Insurance © 2024
This Website is developed by Margesh Patel.
Website builderuCoz